પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ સામે આવ્યા છે. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ ઘટનામાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. નોંધનીય છે કે બે મહિના અગાઉ પણ મધદરિયે એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમાં પણ ત્રણ લોકોના મોત થયા હતા.