કેનેડાથી મોટા સમાચાર

Justin Trudeau (Purple Tie) Cardboard Cutout - Celebrity Cutouts

જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં પીએમ પદેથી રાજીનામું આપશે!

Quipe Trudeau GIFs - Find & Share on GIPHY

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. એક અહેવાલ અનુસાર નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠકર પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે. 

File:Justin Trudeau APEC 2015 (cropped).jpg - Wikipedia☮ Explore um mundo  de entretenimento e apostas no game cassino

ભારત વિરોધી વલણ અપનાવનારા ટ્રુડો હવે દેશમાં જ ઘેરાતા જઈ રહ્યા છે. ટ્રુડો પર તેમની પાર્ટીના સાંસદો તરફથી રાજીનામું આપી દેવા માટે મહિનાઓથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણ ત્યારે વધી ગયું જ્યારે તેમના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રિલેન્ડએ ૧૬ ડિસેમ્બરે એમ કહેતા પદ છોડ્યું કે નીતિગત મુદ્દાઓ પર મારા અને વડાપ્રધાન વચ્ચે મતભેદ છે. 

PM Modi Re-Elected, Canada Wants To Engage On "Very Serious Issues"

ટ્રુડોનું રાજીનામું બુધવારે યોજાનારી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા આવશે. એક સ્ત્રોતે જણાવ્યું કે કેનેડિયન પીએમને લાગે છે કે તેમણે લિબરલ કોકસની બેઠક પહેલાં જાહેરાત કરવાની જરૂર છે જેથી એવું ન લાગે કે તેમને પાર્ટીના સાંસદો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર ચાલુ રહેશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.

Justin Trudeau to address world's rich and powerful in Davos | CBC News

લિબરલ પાર્ટી પાસે હાલમાં કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં ૧૫૩ સાંસદો છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં ૩૩૮ સીટો છે. તેમાં બહુમતનો આંકડો ૧૭૦ છે. થોડા મહિનાઓ પહેલા ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP એ ખાલિસ્તાની તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.

Justin Trudeau's first encounter with Donald Trump, in six awkward GIFs -  Toronto Life

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદથી તેમના પર દબાણ વધી ગયું છે. ટ્રમ્પ સતત તેમને નિશાને લઈ રહ્યા છે. ઈલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ કહ્યું હતું કે હવે ટ્રુડોના સત્તામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *