HMPV વાઈરસ અમદાવાદમાં પહેલો કેસ ૨ વર્ષનું બાળક પોઝિટિવ
એચએમપીવી વાઇરસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. મળતી માહિતી મુજબ આ ૨ મહિનાની બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.