આપણી આસપાસ એવા ઘણા હેલ્ધી શિયાળુ ખોરાક છે જે હવામાન ઠંડું હોય ત્યારે પણ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને શિયાળામાં સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે. અહીં અમે તમને આવા જ ૧૦ ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે આપણને ગરમી આપે છે અને વાયરલ ઇન્ફેક્શન, શરદીથી પણ બચાવે છે.
શિયાળો આવતા જ ઠંડીની સિઝન જોવા મળે છે. તાપમાન નીચે જવાનું શરૂ થાય છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાને ગરમ રાખવાની રીતો શોધવાનું શરૂ કરે છે. આપણી આસપાસ એવા ઘણા હેલ્ધી શિયાળુ ખોરાક છે જે હવામાન ઠંડું હોય ત્યારે પણ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને શિયાળામાં સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે. અહીં અમે તમને આવા જ ૧૦ ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે આપણને ગરમી આપે છે અને વાયરલ ઇન્ફેક્શન, શરદીથી પણ બચાવે છે.
શિયાળાના ૧૦ બેસ્ટ ખોરાક
ગોળ : ગોળ તમારા પાચનતંત્રને સુધારે છે. આ સિવાય તે તમને ગરમ પણ રાખે છે. તમે ખાંડને બદલે તેનું સેવન કરી શકો છો.
તજ : તજ શરીરના મેટાબોલિજ્મને વેગ આપે છે. ઠંડા હવામાનમાં ગરમી પેદા કરવામાં મદદ કરે છે . શિયાળામાં તેનો પણ સમાવેશ કરવો જોઇએ.
કેસર : સામાન્ય રીતે અસલી કેસરને ઓળખવું થોડું મુશ્કેલ છે. પરંતુ જો તમે ઈચ્છો તો કેસરનું સેવન કરીને તમારા શરીરને ગરમ રાખી શકો છો. તમે કેસરને દૂધમાં ઉકાળીને તેમાં કિસમિસ ઉમેરીને પી શકો છો.
ડ્રાય ફુટ્સ : ડ્રાય ફ્રૂટ્સ એ શિયાળામાં શ્રેષ્ઠ ખોરાક છે. બદામ, અખરોટ, કાજુ, સૂકા અંજીર અને ખજૂર તમને કુદરતી રીતે હૂંફ આપે છે.
સાબુત અનાજ : જો તમે શિયાળામાં તંદુરસ્ત ખોરાક લેવાનું વિચારી રહ્યા છો જે તમને ગરમ રાખે છે, તો રાગી અને બાજરી જેવા આખા અનાજ તમારા ખોરાકની યાદીમાં ચોક્કસપણે હોવા જોઈએ.
મધ : શરદી અને ફલૂ સામે લડવામાં મધ ખૂબ ઉપયોગી છે. ડોકટરો પણ તેનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. મધમાં એન્ટીઓક્સિડેન્ટની સાથે એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે રોગોથી બચાવે છે.
તુલસી અને આદુ : તુલસી અને આદુ પણ ઘણું ફાયદારક છે. તમે આદુ અને તુલસી ની ચા પી શકો છો. શિયાળામાં ઘણી જરુરી છે. આ એક ખૂબ જ શક્તિશાળી દવા છે.
દેશી ઘી : તમે વિચારતા હશો કે ઘી કેલરી વધારતું હશે, પરંતુ જ્યારે ઓછી માત્રામાં સેવન કરવામાં આવે તો તે ખરાબ ચરબી ઘટાડે છે અને તમારા શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે.
તલ : તલના બીજ શ્વસન સંબંધી વિવિધ વિકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે. તલના લાડવા પણ ખાઇ શકો છો. તે શરીરને ગરમ રાખે છે.
ગરમ સૂપ : શિયાળાની ઠંડીમાં તમે ગરમ સૂપ પણ પી શકો છો. ત્વરિત ગરમી મેળવવાની આ એક શ્રેષ્ઠ રીત છે.