શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળામાં તારીખ ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ભૂતપૂર્વ આચાર્ય અને શિક્ષણ વેદ ડોક્ટર કિરીટભાઈ જોશી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા અને વિદ્યાર્થીઓને ભયમુક્ત પરીક્ષા કેવી રીતે આપી શકાય એ અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને ખૂબ જ અગત્યની ચર્ચાઓ વાલીઓ પણ સાથે જોડાયા હતા અને સાથે સાથે એમને મૂંઝવણના પ્રશ્નોત્તરી કરી હતી શ્રી સરખેજ કેળવણી મંડળના શિક્ષણ સલાહકાર ડોક્ટર જયદેવભાઈ ત્રિવેદી અને શ્રી ગજેન્દ્રભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ શાળાના આચાર્ય ડોક્ટર શ્રી ટીનાબેન જોશી એ આભાર વ્યક્ત કર્યો હતો અને અને સાથે સાથે આ કાર્યક્રમનું સંચાલન શ્રી કૃપાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.