અયોધ્યામાં ઉત્સવ

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આજથી ત્રણ દિવસીય વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તહેવારને હિન્દુ કેલેન્ડર અનુસાર પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. 

Faith, Joy, Devotion: Grand Celebrations in Ayodhya on 1st Anniversary of  Ram Temple's Pran Pratishtha | Republic World

આજે રામલલાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં રામલલાનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. સીએમ યોગીએ મહાભિષેક કરીને ૩ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઈએ કે આ વર્ષે પ્રતિષ્ઠા દ્વાદશી પર્વ મુહૂર્ત મુજબ ઉજવવામાં આવી રહ્યો છે.

Religious event on the first anniversary of Ram Mandir | राम मंदिर की पहली  वर्षगांठ पर धार्मिक आयोजन: हजारों श्रद्धालुओं ने निकाली प्रभात फेरी, 2  क्विंटल प्रसाद का ...

રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ પર રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આયોજિત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘શ્રીરામ અને રાષ્ટ્ર એક-બીજાના પૂરક છે. એક વગર બીજાની કલ્પના ન કરી શકાય. શ્રીરામ છે તો રાષ્ટ્ર છે અને રાષ્ટ્ર છે તો શ્રીરામ છે.’

Yogi likely to take oath as CM after Holi- The Daily Episode Network

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ‘પ્રતિષ્ઠા દ્વાદશી ખરેખર રાષ્ટ્રીય એકતાના બંધનને મજબૂત બનાવશે, જેથી હિન્દુ સમાજ જાતિ, ક્ષેત્ર, ભાષાના આધાર પર વિભાજિત ન થઈ શકે. તેમણે યાદ અપાવ્યું કે, આવી જ રીતે વિભાજનને લઈને રામજન્મભૂમિ સહિત હિન્દુ અસ્મિતાના પર્યાય અનેક ધર્મ સ્થળોને સદિયો સુધી અપમાનનો સામનો કરવો પડ્યો. જો હિન્દુ સમાજ જાતિ અને સંકીર્ણ વાયદા-વિચારોના નામ પર વિભાજીત થયો, તો આપણા ગૌરવના પર્યાય ધર્મ સ્થળોને ફરી અપમાનનો સામનો કરવો પડશે.’

Ram Lala Pran Pratistha Date Time Tithi | Shukla Paksha Dwadashi | रामलला  प्राण प्रतिष्ठा तिथि इसी साल दिसंबर में दोबारा आएगी: क्या साल में दो बार  मनेगा उत्सव, जानिए ...

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ અયોધ્યામાં ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં રામલલાને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અભિષેક કર્યા પછી ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. આ પછી રામલલાને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા અને ઘરેણાંથી શણગારવામાં આવ્યા હતા.

Image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું- રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આજે ૨ લાખ ભક્તો રામલલાના દર્શન કરશે. તેમજ ૧૧ થી ૧૩ જાન્યુઆરી સુધી પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આ ૩ દિવસની ઉજવણી દરમિયાન કોઈ વીઆઈપીના દર્શન નહીં થાય. તેમજ સવારે ૦૬:૩૦ થી ૦૯:૩૦ સુધી સામાન્ય દર્શન ચાલુ રહેશે.

રામલલ્લાની પહેલી વર્ષગાંઠ:પંચામૃત અભિષેક સાથે ખાસ પૂજા શરૂ થઈ, આજે અહીં 5  હજાર ભક્તો રામકથા સાંભળશે - At This Time

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *