ગુજરાતમાં HMPVનો પાંચમો કેસ

HMPV Virus: Key Facts You Should Know - Zamann Pharma Support GmbH

ગુજરાતમાં વધુ એક HMPVનો કેસ નોંધાયો છે. આજે અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી ૫૯ વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે.

Rajasthan HMPV Virus Case Update | Jaipur SMS Hospital | राजस्थान में पहले  से एक्टिव चीन का खतरनाक वायरस: HMPV के पिछले साल भी मिले थे 71 केस, लेकिन  एक भी मौत

૫૯ વર્ષીય આધેડનો HMPV પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી અનુસાર, દર્દીની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.

HMPV Virus Cases In India: Children With No Travel History Tested Positive;  How Is It Different From COVID-19? - Oneindia News

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં ૨ મહિનાનું બાળકને ૨૪ ડિસેમ્બર ૨૦૨૪ ના દાખલ કરાયા બાદ ૨૬ ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો. 

Human Metapneumovirus (HMPV): Symptoms, Risks, Diagnosis, Treatment &  Prevention

HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. 

India's HMPV Alert: Chennai Confirms Two Cases, India Logs Fifth Infection  - Oneindia News

HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેેમાં વસ્ત્રાપુરમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

9-month-old child tests positive for HMPV in Gujarat; cases rise to four in  state - The Economic Times

રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં ૯ મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઈલ્ડ હુડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે. 

Cases of HMPV virus have also been reported in India | China

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.

Understanding HMPV Virus Symptoms | Humans

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *