ડ્રાય ફ્રુટ લાડુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન હોય છે. તેનાથી તમારી એનર્જી તો વધે જ છે, પરંતુ શિયાળામાં શરીરને ગરમ પણ રાખે છે. ખજૂર અને કિસમિસ કુદરતી મીઠાશની સાથે શરીરને આયર્ન અને પોટેશિયમ પણ પ્રદાન કરે છે.
મકરસંક્રાંતિ દર વર્ષે ૧૪ જાન્યુઆરી ઉજવામાં આવે છે. આ તહેવારમાં પતંગ ચગાવવા ઉપરાંત ખાવાનું પણ એટલુંજ પણ મહત્વ છે. આ ખાસ અવસર પર, જો તમે ઘરે કંઈક હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માંગો છો, તો ડ્રાય ફ્રૂટ લાડુ એક બેસ્ટ વિકલ્પ છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને ઝડપથી બની જાય છે અહીં જાણો ડ્રાય ફ્રૂટ લાડુ રેસીપી
ડ્રાય ફ્રુટ લાડુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન હોય છે. તેનાથી તમારી એનર્જી તો વધે જ છે, પરંતુ શિયાળામાં શરીરને ગરમ પણ રાખે છે. ખજૂર અને કિસમિસ કુદરતી મીઠાશની સાથે શરીરને આયર્ન અને પોટેશિયમ પણ પ્રદાન કરે છે.
સામગ્રી
- ૧ કપ : બદામ
- ૧ કપ : કાજુ
- ૧/૨ કપ : પિસ્તા
- ૧/૨ કપ : અખરોટ: 1/2 કપ
- ૧ કપ : ખજૂર
- ૧/૨ કપ : કિસમિસ
- ૧/૨ કપ : નારિયેળ પાવડર
- ઘી: ૨ ચમચી
ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી
- સૌપ્રથમ બદામ, કાજુ, પિસ્તા અને અખરોટને ઘીમાં થોડું ફ્રાય કરો. આ તેમના સ્વાદને વધારે છે.
- ત્યારબાદ ખજૂર અને કિસમિસ તૈયાર કરો અને ખજૂરના નાના ટુકડા કરી લો અને કિસમિસને સારી રીતે ધોઈ લો.
- શેકેલા ડ્રાયફ્રુટ્સને મિક્સરમાં બારીક પીસી લો. આ પછી મિક્સરમાં ખજૂર અને કિસમિસ નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
- એક પેનમાં ઘી નાખીને મિશ્રણ બનાવો અને તેમાં આ મિશ્રણ ઉમેરીને ધીમી આંચ પર ૨-૩ મિનિટ સુધી હલાવતા રહો.
- પેનમાં નારિયેળ પાવડર નાખીને બરાબર મિક્સ કરો . આ મિશ્રણને ઠંડુ થવા દો.
- જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને હાથ વડે નાના લાડુ બનાવી લો. તમને લાડુને આકાર આપવાનું સરળ લાગશે કારણ કે મિશ્રણ ચીકણું હશે.
- હવે તૈયાર લાડુને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. આ લાડુ મકરસંક્રાંતિના અવસર પર તમારા પરિવાર અને મહેમાનો માટે એક પરફેક્ટ નાસ્તો હશે.