ગાજરમાં ઓછી કેલરી હોય છે સાથે પોષક તત્વો પણ ભરપૂર હોય છે. તે શરીર અને સ્કિનના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. બાળકો અને પુખ્ત વયના લોકો તેને ખાઈ શકે છે. અહીં જાણો ગાજર ચિપ્સ રેસીપી
બટાકાની વેફર કોને પ્રિય નથી ! નાનાથી લઈને મોટા બધા તે ચિપ્સ ભાવે છે પરંતુ તે ચિપ્સ તેલમાં તળેલી હોય છે જે વધારે ખાવાથી કોલેસ્ટ્રોલ અને વજન વધવાની સમસ્યા ઉભી કરે છે. પરંતુ બટાકાની ચિપ્સનો કોઈ હેલ્ધી વિકલ્પ છે ખરી? અહીં એક સુપર હેલ્ધી નાસ્તાની રેસીપી છે. જો તમને ઓછી કેલરી સાથે સ્વાદિષ્ટ કંઈક જોઈએ છે, તો શિયાળામાં મળતા ગાજર પસંદ કરો. તેના કલર અને સ્વાદ બાળકોને પસંદ આવી શકે છે.
ગાજરમાં ઓછી કેલરી હોય છે સાથે પોષક તત્વો પણ ભરપૂર હોય છે. તે શરીર અને સ્કિનના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. બાળકો અને પુખ્ત વયના લોકો તેને ખાઈ શકે છે. અહીં જાણો ગાજર ચિપ્સ રેસીપી
સામગ્રી :
૨ – ગાજર – ૨૧ ચમચી – મરચું ૧/૪ ચમચી- કાળા મરી ૧ ચમચી- તેલ ૧ ચમચી- ઓરેગાનો ૧/૨ ચમચી- ચાટમસાલામીઠું – જરૂર મુજબ ૧ ચમચી- લસણ પાવડર
ગાજર ચિપ્સ રેસીપી
- ગાજરને છોલીને સાફ કરી લો. ત્યારબાદ પાણીથી ધોઈ લો.
- ગાજરને પહોળાઈ અને જાડાઈમાં સરખી રીતે રાખીને ચિપ્સ શેપ્સમાં કાપો અને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરો.
- તેમાં ઓરેગાનો, છીણેલા મરચાં, પીસેલા કાળા મરી, સૂકું પીસેલું લસણ અને પૂરતું મીઠું ઉમેરો.
- એક ટેબલસ્પૂન તેલ ઉમેરો અને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- હવે એયર ફ્રાયરમાં બધી ચિપ્સને ૧૫ થી ૨૦ મિનિટ માટે કુક કરો. તમે ઈચ્છો તો આ ચિપ્સને ડીપ ફ્રાય પણ કરી શકો છો.
- ગાજર ચિપ્સ ક્રિસ્પી થઇ જાય એટલે તેને સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.