સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ

Explained: The Supreme Court putting a lid on the Places of Worship Act can  of worms until it is ready to examine it

ભારતના સેક્યુલર માળખા માટે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ જરૂરી.

Mandir Masjid Dispute; Places of Worship Act Supreme Court Hearing Update |  Hindu Muslim | प्लेसेज ऑफ वर्शिप एक्ट पर सुप्रीम कोर्ट में सुनवाई टली:  इसमें 1947 से पहले के पूजास्थलों में

પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને લઈને કોંગ્રેસે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે ઘણી અરજી પહેલાંથી લંબિત છે. જેના પર ૧૭ ફેબ્રુઆરીએ સુનાવણી થશે. કોંગ્રેસે પોતાની અરજીમાં આ કાયદાને ભારતના ધર્મનિરપેક્ષ માળખા માટે જરૂરી જણાવ્યો છે. નોંધનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટે અન્ય અરજીની સુનાવણી વખતે ૧૨ ડિસેમ્બરે અંતિમ આદેશ આપી દીધો છે. જે આદેશમાં દેશભરની કોર્ટને હાલ કોઈપણ ધાર્મિક સ્થળોના સરવેનો આદેશ ન આપવા માટે કહેવામાં આવ્યું હતું. 

Rahul Gandhi arrives in Parliament after his Lok Sabha membership reinstated

ઉલ્લેખનીય છે કે, ઝમીયત ઉલેમા-એ-હિન્દ, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM) પણ ૧૯૯૧ ના પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચુક્યા છે. CPM એ દેશભરમાં મસ્જિદ અને દરગાહો માટે હિન્દુ મંદિર હોવાનો દાવો કરતાં દાખલ અરજીમાં ચાલી રહેલાં કેસનો વિરોધ કર્યો છે. પાર્ટીએ તેને ધર્મનિરપેક્ષતાની વિરોધમાં જણાવ્યું તેમજ આ કેસોને ધર્મનિરપેક્ષતા માટે જોખમ પણ જણાવ્યાં.

Rahul Gandhi appointed as Leader of Opposition in LS - The Statesman

પૂજા સ્થળ સંબંધિત વિવાદમાં ‘પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ’ (પૂજા સ્થળ અધિનિયમ) લાગુ પડે છે. ૧૯૯૧ માં દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ આ કાયદો કહે છે કે, ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ કોઈપણ પૂજા સ્થળનું જે સ્વરૂપ હતું, એ જેમનું તેમ જળવાવું જોઈએ, તેની ધાર્મિક પ્રકૃતિ અને ધાર્મિક ઓળખ સમાન રહેવી જોઈએ, તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થવા જોઈએ. 

Supreme Court gives a befitting reply on Manipur Violence - The Daily  Episode Network

કાયદાની વિરોધમાં દાખલ કરાઈ અરજી

આ કાયદાને ચેલેન્જ કરતાં ઘણી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે, આ કાયદો હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ સંપ્રદાયને પોતાનો અધિકાર માંગવાથી વંચિત કરે છે. કોઈપણ બાબતને કોર્ટ સુધી લઈને આવવી એ દરેક નાગરીકનો બંધારણીય અધિકાર છે. પરંતુ, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ નાગરિકોને આ અધિકારથી વંચિત રાખે છે. આ ન ફક્ત ન્યાયના મૌલિક અધિકારનું હનન કરે છે, પરંતુ ધાર્મિક આધાર પર પણ ભેદભાવ કરે છે.

Places of Worship Act- SC hearing on constitutionality today | सुप्रीम  कोर्ट बोला- मंदिर-मस्जिद विवादों पर आदेश न सुनाएं अदालतें: मस्जिद-दरगाहों  के सर्वे का आदेश भी न ...

સીપીએમના પોલિત બ્યૂરો સભ્ય પ્રકાશ કરાત દ્વારા દાખલ કરવામાં આવેલી દાખલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને ચેલેન્જ કરનારી તમામ અરજીને સુપ્રીમ કોર્ટ રદ કરી દે. પાર્ટીએ કહ્યું કે, આ કાયદો ભારતના ધર્મનિરપેક્ષના માળખા અનુસાર છે. .

Supreme Court to live stream constitution bench proceedings from today- The  Daily Episode Network

સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં શું આદેશ આપ્યો? 

સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી પર સ્પષ્ટ કરી દીધું હતું કે, ધર્મસ્થળોને લઈને નવા કેસ દાખલ તો થઈ શકે છે, પરંતુ કોર્ટ તેને રજિસ્ટર ન કરે, ન તેના પર કોઈ કાર્યવાહી કરે. પહેલાંથી ચાલી રહેલાં કેસમાં પણ સરવે સહિત કોઈ પ્રભાવી આદેશ ન આપવામાં આવે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *