અમદાવાદની સ્કૂલોમાં આજથી ધો.૧૦ની સેન્ટ્રલાઈઝડ પદ્ધતિથી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે

અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા સતત ત્રીજા વર્ષે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી ૧૮ મીથી શહેરની ૫૭૩ સ્કૂલોમાં ધો.૧૦ ની પ્રિ-બોર્ડ પરીક્ષા સેન્ટ્રલાઈઝડ પદ્ધતિ-બોર્ડની સિસ્ટમથી લેવાશે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ ધો.૧૦ ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું ખાસ આયોજન કરવામા આવ્યુ છે.

CareerBytes: How to use pre-boards as effective strategy for board-exams?

અમદાવાદ શહેર અને ગ્રામ્ય બંને ડીઈઓ કચેરી દ્વારા ધો.૧૦ ના વિદ્યાર્થીઓ કે જે પ્રથમવાર બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે તેઓ માટે બોર્ડ પરીક્ષાની પ્રેક્ટિસ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની ૫૭૩ સ્કૂલોમાં ધો.૧૦ ના ૪૮ હજાર જેટલા વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે અને આજથી શરૂ થતી આ પરીક્ષામાં ત્રણેય માઘ્યમમાં મુખ્ય પાંચેય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવામા આવશે. જેમાં બોર્ડ પરીક્ષાની જેમ જ હૉલ ટિકિટ, ખાખી સ્ટીકર, સીસીટીવી સુરક્ષાથી માંડી સેન્ટ્રલાઈઝડ પેપરો સહિતની સંપૂર્ણ બોર્ડ પેટર્નથી પરીક્ષા લેવામાં આવશે. શહેર ડીઈઓ એ.જી ટીચર્સ સ્કૂલ ખાતે આ માટે સવારે ખાસ હાજર રહેશે.

MPBSE Class 10, 12 pre-board exam schedule released; exams from Jan 20 | Education News - The Indian Express

અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવનાર છે. બોર્ડ પરીક્ષા પૂર્વાનુભૂતિ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે ૧૮ મીએ ગ્રામ્યની ૬૨૪ સ્કૂલોમાં એક વિષયની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. ૮ એસવીએસ કેન્દ્રો ખાતે સ્ટ્રોંગરૂમમાં પેપરો તૈયાર કરી સુરક્ષીત રખાય છે. ક્યુડીસી કેન્દ્રો મારફતે સ્કૂલો સુધી પેપરો પહોંચાડવામાં આવશે. બાકીના પેપરોની પરીક્ષા પણ બોર્ડ પેટર્નથી સ્કૂલોમાં પોતાના પેપરોથી લેવાશે. ગ્રામ્યની ૬૨૪ સ્કૂલોના ૪૩ હજાર વિદ્યાર્થી પ્રિ-બોર્ડ પરીક્ષા આપશે.

Fact Check: CBSE Class 10, 12 students not to get admit cards if they fail their pre-boards?

બોર્ડ પરીક્ષા માટે ડીઈઓ દ્વારા સારથી હેલ્પ લાઈન અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સારથી હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે અને જે હવે ધો.૧૦-૧૨ ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પણ સાતેય દિવસ ૨૪ કલાક કાર્યરત રહેશે. આ હેલ્પ લાઈન સમગ્ર વર્ષ દરમિયાન ચાલે છે અને જેમાં આરટીઈથી માંડી ફી સહિતના તમામ પ્રશ્નો-ફરિયાદોનું નિરાકરણ કરાય છે. ગત વર્ષે ૫૭૬ પ્રશ્નો હેલ્પલાઈનમાં આવ્યા હતા. હવે બોર્ડ પરીક્ષા શરૂ થઇ છે ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબો વિષય એક્સપર્ટસ-સાયકોલોજિસ્ટ દ્વારા આપવામાં આવશે. વોટ્‌સએપ નંબર આધારીત આ હેલ્પલાઈનમાં વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે મેસેજ કરી શકશે.

How to prepare for exams? Exam tips for toppers!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *