અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે તેમના બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળનો પહેલો ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાતમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનની માલિકીના વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકથી રાષ્ટ્રીય સુરક્ષાના જોખમો અંગે ચિંતાઓ વિશે વાત કરી હતી. ચીન પર જાસૂસીનો આરોપ પણ મૂક્યો હતો. અમેરિકાના નાગરિકોની જાસૂસીનો આરોપ લગાવતા નવી ચર્ચા જાગી છે.
ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “શું તે એટલું જરૂરી છે? “શું ચીન યુવાનો અને નાના બાળકોની જાસૂસી કરવા માટે ક્રેઝી વીડિયો જોશે?” એમને આ નિવેદનથી ભારે ચર્ચા જાગી છે .
જોકે, ટ્રમ્પે કહ્યું હતું કે ચીન ભવિષ્યમાં અમેરિકન વપરાશકર્તાઓની જાસૂસી કરવા માટે ટિકટોકનો ઉપયોગ કરી શકે છે. એમણે આ ખતરા તરફ ઈશારો કર્યો છે અને અમેરિકાના નાગરિકોને પણ એક પ્રકારે ચેતવી દીધા છે .
ઘણી ચીજો ખતરા સમાન છે
ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, “ટિકટોક ઉપરાંત, બીજો મોટો ખતરો એ હોઈ શકે છે કે ચીન ફોન અને કમ્પ્યુટર જેવા બધા ઉપકરણો બનાવે છે, જેનો ઉપયોગ તે અમેરિકન લોકોની જાસૂસી કરવા માટે કરી શકે છે.” “તે ફોન બનાવે છે અને તે કમ્પ્યુટર બનાવે છે,” ટ્રમ્પે કહ્યું. આ ઉપરાંત, ઘણા અન્ય સાધનો પણ બનાવવામાં આવે છે. શું આ એક મોટો ખતરો નથી?”
બાયટેન્સ કંપનીએ આરોપો નકાર્યા
બાઈટડાન્સની માલિકીની ટિકટોક પહેલાથી જ તેના વપરાશકર્તાઓની જાસૂસીના આરોપોને નકારી ચૂકી છે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટી અધિકારીઓને ટાંકીને, બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે આ ચીની માલિકીની વિડિઓ શેરિંગ એપ્લિકેશન વપરાશકર્તાઓના નામ, સરનામું, ક્રેડિટ કાર્ડ, ખરીદી માહિતી, ઉપકરણ અને નેટવર્ક માહિતી, જીપીએસ સ્થાન ડેટા, બાયોમેટ્રિક ઓળખ વગેરે એકત્રિત કરે છે.