બજેટમાં નાણામંત્રી નિર્મલા કઈ ચીજો સસ્તી કરી શકે છે ?

નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ ૨૦૨૫ રજૂ કરશે. બજેટ ૨૦૨૫ અંગે એવી અટકળો ચાલી રહી છે કે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. બજેટની તૈયારી થઈ ચૂકી છે ત્યારે રોજ નવા નવા અહેવાલો બહાર આવી રહ્યા છે . યુવકો રાજી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે.

Union Budget 2024: 5 Major Themes This Time | HerZindagi

૨૦૨૫ ની શરૂઆત સુધીમાં ભારતમાં ૧.૨ અબજ સ્માર્ટફોન વપરાશકર્તાઓ થઈ ગયા છે અને ૨૦૧૬ થી મોબાઇલ ડેટાના ભાવમાં ૯૦ % ઘટાડો થયો છે. જો બજેટ ૨૦૨૫ માં આવી જાહેરાત કરવામાં આવે તો સસ્તા ડેટા પ્લાન અને સ્થાનિક ઉત્પાદન ડિજિટલ વિકાસને વેગ આપશે.

Budget 2021 In Pics: Finance Minister Nirmala Sitharaman Presents Budget,  Poses With Team For Photo

પ્રોજેક્ટોને પ્રોત્સાહન
દરમિયાનમાં એવા સંકેતો પણ મળ્યા છે કે નાણામંત્રી દેશમાં માળખાગત પ્રોજેક્ટોને મહત્વ આપીને દેશમાં રોજગાર વધારવા માંગે છે અને આ માટે હવે આવા પ્રોજેકટોના અમલમાં જો વિલંબ થાય તો રોકાણકારોને નુકસાની થવા દેવાશે નહીં અને તેના માટે ખાસ ફંડની જાહેરાત પણ થઈ શકે છે .

Who will present Union Budget 2025 and how is it prepared? - The Economic  Times

ખેડૂતોને રૂપિયા ૮ હજાર મળી શકે
એ જ રીતે દેશના ખેડૂતોને સંતોષ અને રાહત આપતી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ પણ નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. અત્યારે ખેડૂતોને આ યોજાય હેઠળ રૂપિયા ૬ હજાર મળી રહ્યા છે અને હવે બજેટમાં આ રકમ વધારીને રૂપિયા ૮ હજાર કરી શકાય છે તેવા સંકેત પણ બહાર આવ્યા છે . આ ઉપરાંત અન્ય વર્ગો માટે પણ રાહતરૂપ જાહેરાતો થઈ શકે છે .

What the Finance Minister's budget speech tells us – and what it doesn't

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *