પ્રજાસત્તાક દિવસ ના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ટ્રાઇ કલર કેક એક બેસ્ટ ઓપ્શન છે. કેક બનાવાની સરળ રેસીપી જાણી લો.

પ્રજાસત્તાક દિવસ દર વર્ષે ૨૬ જાન્યુઆરી એ આવે છે, આ અવસરે ભારતીય ત્રિરંગાના કલરને સુંદર અને સ્વાદિષ્ટ રીતે પણ તમે ઉજવી શકો છો, ટ્રાઇ કલર કેક આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવી શકે છે. આ રંગબેરંગી અને આકર્ષક કેક માત્ર દેખાવમાં નહિ પરંતુ તેને બનાવવામાં પણ સરળ છે. અહીં ટ્રાઇ કલર કેક બનાવવાની એક સરળ રીત જણાવી છે, જેનો તમે તમારા પરિવાર અને મિત્રો સાથે આ ખાઈને આનંદ માણી શકો
પ્રજાસત્તાક દિવસ ના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ટ્રાઇ કલર કેક એક બેસ્ટ ઓપ્શન છે. કેક બનાવાની સરળ રેસીપી જાણી લો.
ત્રિરંગી કેક રેસીપી
સામગ્રી
- ૧ કપ- મેંદાનો લોટ
- ૧ ચમચી- બેકિંગ પાવડર
- ૧ કપ- ખાંડ
- ૧/૨ કપ- દહીં
- ૧/૨ કપ- ઘી
- ૧ ચમચી- વેનીલા એસેન્સ
- ૧/૨ કપ-દૂધ
- નારંગી રંગ
- લીલો રંગ
- ૨-૩ ચમચી- પાણી
ત્રિરંગી કેક રેસીપી
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ, બેકિંગ પાવડર અને ખાંડને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં ઘી, દહીં, વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો જેથી બેટર સ્મૂધ અને ગઠ્ઠો વગરનું બને.
- બેટરને હવે ત્રણ ભાગમાં વહેંચો. એક ભાગમાં કેસરી કલર, બીજા ભાગમાં લીલો અને ત્રીજા ભાગમાં રંગ વગરનો રાખો.
- હવે બેકિંગ ટીનને ઘીથી ગ્રીસ કરો અને તેના પર થોડો લોટ છાંટવો.
- સૌ પ્રથમ નારંગીનું બેટર રેડવું અને તેને થોડું ફેલાવો.
- પછી કેકના બેટરના કલર વગરના ભાગને બેકિંગ ટીનમાં રેડો અને તેને હળવા હાથે ફેલાવો.
- ધ્યાનમાં રાખો કે તમે બેટરને એક બીજા ઉપર એવી રીતે રેડો કે કેસરી, વાઈટ અને લીલા રંગની રચના જળવાઈ રહે.
- તેને પ્રીહિટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 25-30 મિનિટ માટે બેક કરો. કેક થઇ જાય એટલે ટૂથપીક નાખીને તપાસો. જો તે ટુથપીક સાફ થઈ જાય તો તેનો અર્થ એ કે કેક તૈયાર છે.
- કેકને ઓવનમાંથી બહાર કાઢો અને તેને ઠંડુ થવા દો.
- જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને કાપીને ત્રિરંગાના ફોર્મમાં સજાવો અને કેક સર્વ કરો.