અમૂલ દૂધના ભાવમાં ઘટાડો

અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. હાલ અમુલ ગોલ્ડ, અમુલ ફ્રેશ અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે.

Amul milk prices raised by Rs 2 per litre; Gujarat exempted | Ahmedabad  News - The Indian Express

સામાન્ય રીતે દૂધના ભાવમાં વધારો થવાના સમાચાર લાંબા સમયથી આવી રહ્યા છે. પરંતુ હવે દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે મોંઘવારીથી રાહત આપતા દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. હાલ અમુલ ગોલ્ડ, અમુલ ફ્રેશ અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. દૂધ સસ્તુ હોવાના સમાચાર ગ્રાહકોને જરૂરથી રાહત આપશે.

Amul Milk Price Hike: दिवाली से पहले अमूल ने दिया महंगाई का झटका, 2 रुपये  लीटर महंगा हुआ दूध | 🇮🇳 LatestLY हिन्दी

એવી આશા રાખવામાં આવી રહી છે કે અમૂલનું દૂધ સસ્તું થવાથી અન્ય ડેરી કંપનીઓને પણ અસર થશે અને તેમણે દૂધના ભાવમાં પણ ઘટાડો કરવો પડશે. અમૂલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ૧ લિટર પાઉચની કિંમતમાં ૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Amul Milk, Packet at ₹ 5/pack in North 24 Parganas | ID: 23647682630

અમૂલ દૂધના નવા ભાવ

જાણકારી અનુસાર અમૂલ ડેરીએ દૂધની ત્રણ બનાવટો – અમૂલ ગોલ્ડ, અમૂલ ફ્રેશ અને ટી સ્પેશિયલના ભાવમાં લિટર દીઠ ૧ રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડનું એક પેકેટ હવે ૬૬ રૂપિયાના બદલે ૬૫ રૂપિયામાં મળશે. અમૂલ તાજા દૂધ હવે ૫૪ રૂપિયાના બદલે ૫૩ રૂપિયામાં ખરીદી શકાશે. અમૂલ ટી સ્પેશિયલ દૂધનું એક લિટર પાઉચ હવે ૬૨ રૂપિયાના બદલે ૬૧ રૂપિયામાં વેચાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *