પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટરની પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો છે
ગૌણ સેવા પસંદગી મંડળની પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટરની જાહેરાત ક્રમાંક ૨૨૫- ૨૦૨૩,૨૪ ની પરીક્ષા કાર્યક્રમ જાહેરાત કરાઈ છે. કુલ ૨૬૬ જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા તારીખ ૧૮-૧૯/૦૨/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે
પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત પત્રમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લખ્યું છે કે, ”નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/અધિક્ષકની કુલ-266 જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા તા.૧૮-૧૯/૦૨/૨૦૨૫ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે”
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. જેથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતાં રહેવા ગૌણ સેવા પસંદગી મંડળે જણાવ્યું છે.