પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ ૨૦૨૫’માં કહ્યું,’છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં લાઇવ કોન્સર્ટનો ટ્રેન્ડ વધ્યો છે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડપ્લેના શો જેવા તાજેતરના હાઇ-પ્રોફાઇલ કોન્સર્ટનો ઉલ્લેખ કરતા ભારતના કોન્સર્ટ અર્થતંત્ર પર જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે આજે ભારતમાં કોન્સર્ટ ઇકોનોમી ક્ષેત્ર પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે ઘણી તકો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ ૨૦૨૫’માં કહ્યું,’છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં લાઇવ કોન્સર્ટનો ટ્રેન્ડ વધ્યો છે.’ તમે મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની અદ્ભુત તસવીરો જોઈ હશે. આ ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે કેટલો સ્કોપ છે તેનો પુરાવો છે. વિશ્વના મહાન કલાકારો પણ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યા છે. કોન્સર્ટ અર્થતંત્ર પણ પ્રવાસનને વેગ આપે છે.’
પીએમ મોદીએ કહ્યું, ‘આનાથી રોજગારીનું પણ સર્જન થાય છે.’ હું રાજ્યો અને ખાનગી ક્ષેત્રને એક સુસંગઠિત અર્થતંત્ર માટે જરૂરી માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરું છું. મહત્વપૂર્ણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.’
પીએમ મોદીએ કહ્યું, ‘આવતા મહિને ભારત પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ સમિટનું આયોજન કરશે, એક મુખ્ય કાર્યક્રમ જે વૈશ્વિક સ્તરે દેશની સર્જનાત્મક શક્તિને નવી ઓળખ આપશે.’ રાજ્યોમાં આવા કાર્યક્રમોમાંથી મળતું મહેસૂલ પણ અર્થતંત્રને વેગ આપવામાં ફાળો આપે છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભુવનેશ્વરમાં બે દિવસીય ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ-૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં દેશના ખૂણે ખૂણેથી રોકાણકારો આવી રહ્યા છે અને સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલની પણ પ્રશંસા કરવામાં આવી છે.
કોલ્ડપ્લેના ૧૮ જાન્યુઆરીએ મુંબઈમાં બે શો અને ૨૧ જાન્યુઆરીએ નવી મુંબઈમાં એક શો હતો. આ પછી કોલ્ડપ્લેનો ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ અમદાવાદમાં કાર્યક્રમ હતો. આ પ્રસંગે કોલ્ડપ્લે બેન્ડના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં શ્રોતાઓ સાથે વાત કરી હતી. અમદાવાદના શોમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહ પણ હાજર રહ્યા હતા.