હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. સાયક્લોનિક સર્કયુલેશનને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળછાા વાતાવરણ વચ્ચે ઠંડીપણ પડી શકે છે. આગામી 7 દિવસ સુધીરાજ્યનું વાતાવરણ સામાન્ય રહી શકે છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં પલટાની શક્યતા છે. અમદાવાદમાં આજથી વાદળો આવવાની શરુઆત થઈ શકે છે. પૂર્વી રાજસ્થાનના ભાગોમાં કંઈક અંશે વરસાદી છાંટા પડી શકે છે. સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. વાતાવરણ બદલાતા ફરી ઠંડી જોર પકડી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધે તેવી શક્યતા છે.