દક્ષિણ આફ્રિકામાં ગોઝારો અકસ્માત

કારમાં આગ લાગતા ભરૂચના ત્રણ યુવાનો થયા ભડથું, પરિવારમાં શોક.

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના મોત નિપજ્યાં છે. વિગતો સામે આવી છે કે આ યુવકો ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના છે. આ યુવાનો કામ પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો અને વાહનમાં આગ લાગતાં ત્રણ યુવાનો ભડથું થયા હતા. યુવકોના મોતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.

13 killed in early morning collision in Hoedspruit | Herald

સાઉથ આફ્રિકામાં અકસ્માતની ઘટનામાં ભરૂચના ત્રણ યુવાનોના મોત

મળતી માહિતી મુજબ, ગુજરાતના ભરૂચના ત્રાલસા કોઠી ગામના શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ નામના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં નોકરી શરૂ કરીને સ્થાયી થયા હતા. ભરૂચના ત્રણેય યુવાનો સહિત અન્ય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે આ કરૂણ ઘટના બની હતી.

#Thank_God_no_one_was_hurt#you_will_be_shocked  #It_is_not_known_why_this_happened #look_carefully #road_accidents  #bmw_caught_fire #wypadki_na_drodze  #Nie_wiadomo_dlaczego_samochód_się_zapalił ...

આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે તેમની કારની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં કારમાં એકાએક આગી ફાટી નીકળતા ભરૂચના ત્રણેય યુવાનોના દાઝી જવાથી મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સાઉથ આફ્રિકામાં અકસ્માતની ઘટનામાં ભરૂચના યુવકોના મોતના સમાચાર સાંભળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *