ટ્રમ્પે હવે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ૨૫ % ટેરિફ લાદવાનો નિર્ણય લીધો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો સહિત તમામ દેશોમાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫ % ટેરીફ લાદવાની યોજના ધરાવે છે. તેઓ જણાવે છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વેપાર અસંતુલનને સુધારવા માટે છે.

Gasping Donald Trump GIF by GIPHY News - Find & Share on GIPHY

તેમણે રવિવારે ન્યુ અર્લીયન્સમાં એરફોર્સ વન ખાતે મીડિયા સમક્ષ આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ટેરીફ તાત્કાલિક રીતે અમલમાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર ટેરીફ લગાવે છે તો અમેરિકા પણ આવી જ નીતિ અપનાવશે. તેમણે કહ્યું હતું કે જો અન્ય દેશો અમારી પાસેથી ૧૩૦ % ડ્યુટી વસૂલતા હોય અને અમે તેમની પાસેથી કાંઈ વસૂલતા ન હોઈએ તો આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલુ રહી શકે નહીં. અમેરિકાએ પણ તેના વેપાર સંબંધોને યોગ્ય રીતે સંતુલિત કરવા પડશે. આ પગલું કેનેડા અને મેક્સિકો જેવા દેશો માટે ચિંતાનું કારણ બની શકે છે. તેઓ યુએસના વેપારી ભાગીદાર છે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આ અઠવાડિયાના અંત સુધીમાં એવા દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરશે જે અમેરિકાથી આવતા માલ પર કર લગાવે છે.

Sad Donald Trump GIF by GIPHY News - Find & Share on GIPHY

સ્ટીલ, એલ્યુમિનિયમ ખરીદદારો અને વેચાણકર્તાઓને માર્ચ સુધી રાહતની અપેક્ષા હતી

ઘણા સ્ટીલ અને એલ્યુમિનિયમ ખરીદદારો અને વેચાણકર્તાઓને અપેક્ષા હતી કે તેમની પાસે કોઈ પણ ટેરીફ માટે તૈયારી કરવા માટે એટલીસ્ટ માર્ચ સુધીનો સમય હશે, પરંતુ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ૨૫ % ના નવા ટેરિફ ની જાહેરાત કરી છે. જોકે, પછી કેનેડા અને મેક્સિકો ના ટોચના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે આ બંને દેશોના માલ પર ૨૫ % ટેરીફ લગાવવાના નિર્ણયને ૩૦ દિવસ માટે મુલતવી રાખ્યો છે. પરંતુ ચીની માલ પર ૧૦ % ટેરીફના નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે તેથી હજી સુધી એ સ્પષ્ટ નથી કે શું આ ટેરિસ મેક્સિકો અને કેનેડા પર લાગુ થશે કે નહીં. બંને દેશો અમેરિકાને ધાતુના મોટા સપ્લાયર છે

Monday Briefing: The Last Guard Against Trump's Orders? - The New York Times

સ્ટીલ, એલ્યુમિનિયમ ખરીદદારો અને વેચાણકર્તાઓને માર્ચ સુધી રાહતની અપેક્ષા હતી :-

ટ્રમ્પે ૨૦૧૬ થી ૨૦૨૦ ના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન સ્ટીલ પર ૨૫ % અને એલ્યુમિનિયમ પર ૧૦ % ટેરીફ લગાવ્યો હતો. જો કે, પાછળથી તેમણે કેનેડા મેક્સિકો અને બ્રાઝિલ સહિત ઘણા દેશોને ડ્યુટી ફ્રી ક્વોટા આપ્યો હતો. રાષ્ટ્રપતિ જો બાયડેનની વાત કરીએ તો તેમણે આ ક્વોટા બ્રિટન જાપાન અને યુરોપિયન યુનિયન સુધી લંબાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *