મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મણિપુરમાં થયેલી હિંસાને લઈને વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધી રહી છે. એન બિરેન સિંહે અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે, જે સ્વીકારવામાં આવ્યું છે.
એન બિરેન સિંહે અગાઉ ૨૦૨૪ ના અંતમાં રાજ્યમાં થયેલી જાતિ હિંસા માટે રાજ્યના લોકોની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે આ આખું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું. તમને જણાવી દઈએ કે મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસાને કારણે એન બિરેન સિંહ દબાણનો સામનો કરી રહ્યા હતા.
નવા મુખ્યમંત્રીની જાહેરાત ટૂંક સમયમાં થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામા પછી રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ એન બિરેન સિંહને કાર્યકારી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા કહ્યું હતું. તમને જણાવી દઈએ કે રાજીનામું આપતા પહેલા એન બિરેન સિંહે રવિવારે સવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.