મહાકુંભમાં માઘ પૂર્ણિમાએ વહેલી સવારે ૭૪ લાખ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી

આજે માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સંગમ કિનારાની બંને બાજુ ફક્ત ભક્તો જ દેખાય છે. માઘ પૂર્ણિમાના દિવસે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે ૭૪ લાખ લોકોએ વહેલી સવારે સંગમમાં ડૂબકી લગાવી.

PHOTOS: મહાકુંભમાં માઘ પૂર્ણિમાએ વહેલી સવારે 74 લાખ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી 1 - image

આજે માઘ પૂર્ણિમાના દિવસે, નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલા સ્નાન કર્યું. ત્યારબાદ અખાડાઓએ અને પછી સંતોએ ડૂબકી લગાવી. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂ કર્યું. આજે સંગમ કિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ૪૬.૨૫ કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

Image

Image

Image

Image

પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહીવટીતંત્રે અમૃત સ્નાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સીએમ યોગી પોતે સવારે ૦૪:૦૦ વાગ્યાથી માઘ પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત, ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે. મહાકુંભ દરમિયાન માઘ પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં ૭૩ લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.

Image

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *