ઉદ્ધવ ઠાકરેને ઝટકો

શિવસેનાના વિધાનસભ્યએ પક્ષને કર્યા ‘રામરામ’.

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો: ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ સાથ  છોડ્યો, 12 સાંસદો શિંદેજૂથમાં જોડાયા | shivsena 12 mps left shiv sena uddhav  thackeray camp ...

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન લોટસ’થી લઈને ‘ઓપરેશન ટાઈગર’ને કારણે પક્ષો નિરંતર ચર્ચામાં વચ્ચે આજે યુબીટીના વિધાનસભ્યએ પક્ષમાંથી ઉપનેતાપદેથી રાજીનામું આપીને ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપ્યો છે.

ઉદ્ધવ ઠાકરેને ઝટકો, મનીશા કાયંદેએ છોડ્યો સાથ! સાંજે શિંદે ગ્રૂપમાં જોડાશે |  Sandesh

શિવસેના (યુબીટી) જૂથના વિધાનસભ્ય રાજન સાળવીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાના અહેવાલ છે. આવતીકાલે તેઓ શિંદે જૂથમાં જોડાઈ શકે છે. સાળવીના રાજીનામાને કારણે કોંકણમાંથી ફટકો પડી શકે છે, કારણ કે સાળવી કોંકણમાં લાંજા, રાજાપુર અને સાખરદા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, તેમના પ્રતિનિધિત્વને કારણે ઠાકરેની શિવસેનાનો મજબૂત ગઢ ગણાતો હતો. અહીંનો વિસ્તાર ખાસ કરીને રત્નાગિરિનો મોટો વિસ્તાર હતો, પણ હવે આ ગઢના પણ તૂટ્યો છે.

Shock to Uddhav Thackeray: Shiv Sena MLA 'slaps' party

તાજેતરમાં એકનાથ શિંદે જૂથના નેતાએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ શિંદે જૂથના સંપર્કમાં છે, ત્યાર બાદ ઠાકરે જૂથમાંથી પહેલી વિકેટ પડી છે. ઠાકરે જૂથના વિધાનસભ્ય રાજન સાળવીએ રાજીનામું આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ ઉથલપાથલ થઈ શકે એમાં નવાઈ નથી, એમ સૂત્રોએ પણ હવે દાવો કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી બીજી પાર્ટીમાં જવાની મોસમ શરુ થઈ ગઈ છે, જેમાં વધુ એક નેતાનું નામ જોડાતા રાજકીય હિલચાલ વધી છે.

Maharashtra Assembly Elections 2024: Shock to Thackeray faction in Palghar,  Bharti Kamdi joins Shinde's sena | ઉદ્ધવ ઠાકરેને લાગ્યો ઝટકો

ઠાકરે જૂથમાંથી સાળવીએ રાજીનામું આપ્યા પછી વધુ કાર્યકરો અને નેતાઓ પણ પક્ષમાંથી રાજીનામું આપી શકે છે, એવો પણ સૂત્રોએ દાવો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથમાં ખાસ કરીને તેમના કામની કોઈ નોંધ નહીં લેવાતી અને એના અંગે ઉદ્ધવ ઠાકરેનું પણ ધ્યાન દોર્યું હતું, પરંતુ તેની અવગણના પછી આ રાજીનામું આપવાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *