૨૦૨૨ ના એક અભ્યાસ જે લોકો દિવસ દરમિયાન બ્લેક કોફીનું સેવન કરે છે તેમનું લાંબા આયુષ્ય સાથે કનેકશન છે તેમ કહે છે, અહીં જાણો અભ્યાસ વિશે વધુમાં
ભારતમાં મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. આનાથી તેમને એક સ્ફૂર્તિ મળે છે, જે તેમને દિવસભર ઉર્જાવાન અને એકટીવ રાખે છે અને કામની ગુણવત્તા પણ સારી રહે છે. અહીં તમને જણાવી દઈએ કે ચા એક એવું પીણું છે જે તમને ફક્ત તાજગી જ નહીં આપે પણ તમને લાંબુ આયુષ્ય પણ આપી શકે છે. પરંતુ આ માટે તમારે દૂધ વાળી ચાને બદલે તમારી રૂટિનમાં બ્લેક કોફી અથવા બ્લેક ટી નો સમાવેશ કરવો પડશે.
બ્લેક કોફી કેમ પીવી?
૨૦૨૨ ના એક અભ્યાસ મુજબ, જે લોકો દિવસમાં બે વાર ૨ કપ બ્લેક કોફીનું સેવન કરે છે તેમને અકાળ મૃત્યુનું જોખમ ૯ થી ૧૩ % ઓછું હોય છે.
બ્લેક ટી કેમ પીવી?
ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે બ્લેક ટી પીવી તમારા સ્વાસ્થ્ય માટે અમૃત જેવું પણ કામ કરી શકે છે. કાળી ચામાં ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે, જે તમારા હૃદય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, કાળી ચાના પાંદડા સંપૂર્ણપણે ઓક્સિડાઇઝ્ડ થાય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને થીફ્લેવિન્સ સંયોજનો વધુ પ્રમાણમાં હોય છે, જે ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.
બ્લેક ટી કેવી રીતે બનાવવી?
બ્લેક ટી બનાવવા માટે એક કપ પાણીમાં બ્લેક ટીના પાન નાખો અને તેને ૩ થી ૫ મિનિટ સુધી ઉકાળો. જો તમે બ્લેક ટીમાં લીંબુ, આદુ અથવા તજ ઉમેરો છો, તો તેના ફાયદા બમણા થઈ શકે છે. પછી તેમાં ખાંડ મિક્સ કરો અને ગરમા ગરમ પીવો.
આ ચા બનાવવા માટે ફક્ત ચાના પાનનો ઉપયોગ કરો અને પ્રોસેસ્ડ ખાંડને બદલે ગોળ ઉમેરો. આ ચા દિવસમાં બે વાર પીવો અને રાત્રે સૂતા પહેલા તેને પીવાનું ટાળો. આ તમારી ઊંઘ પર ખરાબ અસર કરી શકે છે.