ગુલાબ ફૂલોનો રાજા ગણી શકાય છે, તેની પાંખડીઓનો ઉપયોગ વિવિધ વાનગીઓ, મીઠાઈઓ અને શરબત બનાવવા માટે થાય છે. ગુલાબજળ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો તમે ચા પીવાના શોખીન છો અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માંગો છો, તો ગુલાબની ચા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વેલેન્ટાઈન ડે દર વર્ષે ૧૪ ફેબ્રુઅરીનના રોઝ વિશ્વભરમાં પ્રેમીઓ દ્વારા મનાવામાં આવે છે. આજના દિવસના ખાસ અવસર પર તમે તમારા પાર્ટનરનો દિવસ ખાસ બનાવવા માટે તેની માટે ગુલાબ ચા બનાવી શકો છો, ગુલાબ માત્ર જોવામાં જ સુંદર નથી, પરંતુ તેના અસંખ્ય ફાયદા પણ છે. અહીં જાણો ગુલાબ ચા રેસીપી અને ફાયદા
ગુલાબ ફૂલોનો રાજા ગણી શકાય છે, તેની પાંખડીઓનો ઉપયોગ વિવિધ વાનગીઓ, મીઠાઈઓ અને શરબત બનાવવા માટે થાય છે. ગુલાબજળ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો તમે ચા પીવાના શોખીન છો અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માંગો છો, તો ગુલાબની ચા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગુલાબ ચામાં એન્ટીઑકિસડન્ટ, આયર્ન, વિટામિન A, વિટામિન C અને વિટામિન E જેવા પોષક તત્વો જોવા મળે છે. ગુલાબની ચા તમને તાજગી અને તણાવમુક્ત રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ ગુલાબ ચાના અદ્ભુત ફાયદા જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ગુલાબ ચા રેસીપી
- ૨ કપ દૂધમાં ૧ થી ૧/૨ કપ પાણી ઉમેરો અને તેને ઉકાળો.
- હવે તેમાં ૨ ચમચી ચાના પાન અને ૩-૪ ચમચી ખાંડ ઉમેરો.
- જ્યારે તે ઉકળવા લાગે, ત્યારે તેમાં ૭-૮ ગુલાબની પાંખડીઓ ઉમેરો અને ઉકાળો.
- છેલ્લે, જરૂર મુજબ એલચી, લવિંગ અને છીણેલું આદુ ઉમેરો અને થોડીવાર ઉકાળો.
- આ પછી તમારી ગુલાબ ચા તૈયાર છે. તેને એક કપમાં ગાળી લો અને ગુલાબની ચાનો આનંદ માણો.
ગુલાબ ચા ફાયદા
- પાચનતંત્ર સુધારે : ગુલાબ ચા પીવાથી આપણી પાચન શક્તિ મજબૂત બને છે. તેમાં રહેલા બળતરા વિરોધી ગુણધર્મો પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. તેના સેવનથી ગેસ, અપચો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
- તણાવ ઘટાડે : અનિયમિત લાઇફસ્ટાઇલ અને ભાગદોડભર્યા જીવનને કારણે, મોટાભાગના લોકો તણાવની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુલાબની ચા તમારા તણાવને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ તણાવ ઘટાડે છે અને મૂડને તાજગી આપવામાં અને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે.
- હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે : ગુલાબ ચામાં હાજર એન્ટીઑકિસડન્ટ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયને સ્વસ્થ બનાવે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રાખે છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે : ગુલાબ ચા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ગુલાબ ચામાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સ વધુ માત્રામાં હોય છે, જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને બાહ્ય ચેપથી બચાવે છે અને શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે.
- સ્કિન માટે ફાયદાકારક : ગુલાબ ચા એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર હોય છે, જે ત્વચાને ચેપથી બચાવવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન સી અને વિટામિન ઇ ત્વચાને પૂરતું પોષણ પૂરું પાડે છે, જેનાથી ત્વચા નરમ અને યુવાન દેખાય છે. તે ત્વચાને રેડિકલથી બચાવે છે અને ડાઘ-ધબ્બા પણ ઘટાડે છે. ગુલાબનું નિયમિત સેવન ત્વચાને હાઇડ્રેટ રાખે છે.
- વજન કંટ્રોલ કરે : જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઘટાડવા માંગો છો, તો ગુલાબની ચા પીવી તમારા માટે ફાયદાકારક બની શકે છે. ગુલાબ ચામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે જે પાચન સુધારવામાં અને ચયાપચય વધારવામાં મદદ કરે છે. ગુલાબ ચા ચરબી ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે.