અમેરિકા ભારતને સૌથી ખતરનાક ફાઈટર જેટ આપશે

અમેરિકા ભારતને તેનું સૌથી ખતરનાક અને નવીનતમ ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ F-૩૫ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી ભારત માટે F-૩૫ ફાઇટર જેટ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું છે કે તેમનો દેશ ભારતને F-૩૫ ફાઇટર પ્લેન પૂરા પાડશે.

Trump offers top-end jets, trade deal to India in Modi bromance | Arab News

ભારત સાથે સંરક્ષણ સહયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે ભારતને ટૂંક સમયમાં F-૩૫ ફાઇટર જેટ પૂરા પાડવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત સાથે સંરક્ષણ સહયોગને વધુ વધારશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આ વર્ષથી અમે ભારતને અનેક અબજ ડોલરના સૈન્ય શસ્ત્ર સરંજામના વેચાણમાં વધારો કરીશું. તેમણે કહ્યું કે લોકહીડ માર્ટિન F-૩૫ લાઈટનિંગ II પણ ભારતને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Image

Image

Image

Image

F-૩૫ સ્ટીલ્થ ફાઇટર એ પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે. આ મહિનાની શરૂઆતમાં, તેણે બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયાની ૧૫ મી આવૃત્તિમાં ભાગ લીધો હતો.

World's best military drones in 2024 and their capabilities

ભારત અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ છે જેમાં બંને દેશો વચ્ચે વેપાર ખોટને ઘટાડવા માટે ભારત અમેરિકા પાસેથી વધારે ઓઈલ અને ગેસની આયાત કરશે. તેનાથી રશિયા પરથી ભારતની નિર્ભરતા ઘટશે તેવું અનુમાન છે. અમેરિકા ભારત માટે નંબર ૧ ઓઈલ અને ગેસનો સપ્લાયર બનવા માગે છે.

Great Valentines Day Roses Gifs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *