ધો. ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળોએ ડાઉનલોડ કરી શકશે.
ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે. જે બાદ શાળાઓ સહી-સિક્કા કરી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. ધો. ૧૦ માટે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. ધો. ૧૨ માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિમિક શિક્ષણ બોર્ડે આંક જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં ૧૪.૨૮ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ-૧૦ માં ૮,૯૨,૮૮૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૩,૯૦૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૧,૩૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ૧૪.૨૮ લાખમાં ૧૨ લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો ૧.૧૫ લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષાના મળીને કુલ ૧૪.૨૮ લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાનાર છે. જેમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી શરૂ થનાર છે.