ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી બી.પી.એમ.ગર્લ્સ હાઇસ્કૂલ ના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તારીખ ૧૭/ ૦૨ /૨૦૨૫ ને સોમવારના રોજ “શાંતિવન કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ત્રાંસદ રોડ “ખાતે કુદરત ના સાનિધ્યમાં યોજવામાં આવ્યો.
વિદાય લઈ રહેલ વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવ આગવી શૈલી માં રજૂ કર્યા હતા. ધોળકા એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબે ખૂબ સુંદર ઉદાહરણો આપીને વિદ્યાર્થીનીઓને આશીર્વચન આપ્યા હતા. ધોળકા એજ્યુકેશન સોસાયટી ના કમીટી સભ્ય શ્રીમતી રીનાબેન ત્રિવેદી તેમજ દિલીપભાઈ ચૌહાણે બાળાઓને શુભેરછા પાઠવી હતી.
ચિરાગભાઈ પ્રજાપતિએ પણ બાળાઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શાળાના શિક્ષક શ્રીઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમ ના અંતે બાળાઓ ને નાસ્તો આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.