દેશના નવા મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી હતી. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. ૧૯૮૮ બેચના કેરળ કેડરના આઇએએસ અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. તેઓ સીઈસી રાજીવ કુમારની નિવૃત્તિ પછી આવતીકાલે ચાર્જ સંભાળશે, રાજીવકુમાર નિવૃત્ત થયા છે.

Gyanesh Kumar Appointed Chief Election Commissioner

ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ ગૃહમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

నూతన సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ | Gyanesh Kumar Appointed New Chief Election  Commissioner | Sakshi

રાહુલનો વિરોધ

അർധരാത്രിയിലെടുത്ത തീരുമാനം മര്യാദയില്ലാത്തത്': രാഹുൽ ഗാന്ധി | Malayalam  News, Kerala News, Political News | Express Kerala

જો કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ વડાપ્રધાન સાથેની સમિતિમાં છે અને એમણે એવો આરોપ મૂક્યો છે કે મારી અસહમતી નોંધ હતી છતાં જ્ઞાનેશકુમારની નિમણૂક કરી દેવાઈ છે. આ મુદ્દે થયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *