દિલ્હીમાં રેખા-રાજ: શપથ લીધા

રામલીલા મેદાનમાં ભવ્ય સમારોહ; વડાપ્રધાન મોદી, અમિત શાહ અને અન્ય નેતાઓની હાજરીમાં ૬ મંત્રીઓએ પણ શપથ લીધા: ભારત માતા કી જયનો નાદ ગાજ્યો; હજારો લોકો હાજર રહ્યા; ૨૭ વર્ષ બાદ ભાજપની સરકાર

India News,Latest News,Today's News Headlines,World,Live  Updates,Politics,Business,Sports,Entertainment: The New Indian Express

દિલ્હીની ભાગ્ય રેખા બદલાઈ ગઈ છે. ૨૭ વર્ષ બાદ અહીં ભાજપની સરકાર રચાઇ છે અને ગુરુવારે ભાજપના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. એલજી સક્સેનાએ બધાને શપથ લેવડાવ્યા હતા. રામલીલા મેદાનમાં બપોરે ૧૨:૩૫ વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં ૨૭ વર્ષનો વનવાસ પૂરો થયો હતો. એમની સાથે ૬ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાન મોદીએ શપથ બાદ રેખા ગુપ્તાને અભિનંદન આપ્યા હતા.

BJP's show of strength as Rekha Gupta becomes 4th woman Chief Minister of  Delhi

દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે ભારત માતા કી જયના નારા ગાજી ઉઠયા હતા.

Delhi CM Haryana Connection; Rekha Gupta । Arvind Kejriwal । Sushma Swaraj  । Delhi CM Oath Ceremony | हरियाणा ने दिल्ली को दिए 3 CM: केजरीवाल का हिसार  तो रेखा का जींद

મોદી, શાહ, જેપી નડ્ડા હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય કેબિનેટના સાથીઓ અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. ખેડૂતો અને ઝુંપડપટ્ટીના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .

Posts with replies by Nikky Choudhary (@saharawat00) / X

મધ્યમ વર્ગની મહિલાને ટોચનું સ્થાન અપાયું રેખા ગુપ્તાએ સૌનો આભાર માન્યો

શપથ ગ્રહણ કર્યા બાદ રેખા ગુપ્તાએ સૌનો આભાર માન્યો હતો અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે બધા સાથે મળીને વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં દિલ્હીનો વિકાસ કરશું. અમે જે વચન આપ્યા છે તે પૂરા થશે. મારા જેવી મધ્યમ વર્ગની એક મહિલાને શીર્ષ સ્થાન અપાયું છે માટે હું પૂરી વફાદારી અને નિષ્ઠા સાથે કામ કરીશ.

Rekha Gupta BJP | Delhi CM Rekha Gupta Political Journey Explained - ABVP |  रेखा गुप्ता पहली बार विधायक बनीं, अब दिल्ली CM: RSS ने नाम बढ़ाया, आलाकमान  की मंजूरी; महिला मुख्यमंत्री

૮ મી માર્ચે મહિલાઓના ખાતામાં રૂપિયા ૨૫૦૦નો પ્રથમ હપ્તો આવશે ; રેખા

દરમિયાનમાં શપથ લેવા જતાં પહેલા જ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મીડિયા સામે એવી જાહેરાત કરી દીધી હતી કે અમે ચુંટણીમાં આપેલા વચન મુજબ મહિલાઓના ખાતામાં ૮ મી માર્ચથી રૂપિયા ૨૫૦૦ આવવાની શરૂઆત થઈ જશે.

Delhi CM Oath Taking LIVE: Rekha Gupta chairs her first cabinet meeting |  Hindustan Times

શપથ બાદ યમુનાની મુલાકાત પ્રથમ જ દિવસથી કામ શરૂ

મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પ્રથમ જ દિવસે વચન મુજબ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કામ શરૂ કરી દીધું હતું અને સાંજે મંત્રીઓ સાથે યમુનાના દર્શને ગયા હતા અને આરતીમાં ભાગ લીધો હતો અને સાથે યમુનાની સફાઇ કામનું નિરીક્ષણ કર્યું હતું.

Delhi CM Rekha Gupta Oath LIVE Video Update; PM Narendra Modi Amit Shah  Parvesh Verma | BJP MLA | रेखा गुप्ता दिल्ली की 9वीं मुख्यमंत्री बनीं:  बोलीं- शीशमहल में नहीं रहूंगी, प्रवेश

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *