જો તમે ગુગલ પે દ્વારા વીજળી અને ગેસ જેવી યુટિલિટી સેવાઓના બિલ ચૂકવો છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. દેશના સૌથી મોટા UPI પ્લેટફોર્મ પૈકીના એક, ગુગલ પે એ હવે વીજળી અને ગેસ જેવા ઉપયોગિતા બિલની ચુકવણી પર સુવિધા ફી વસૂલવાનું શરૂ કર્યું છે. અગાઉ, નાની રકમના વ્યવહારો પર કોઈ ફી નહોતી. પરંતુ હવે, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી પર GST સાથે ૦.૫ % થી ૧ % સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. એક વર્ષ પહેલા, ગૂગલ પેએ મોબાઇલ રિચાર્જ પર ૩ રૂપિયાની સુવિધા ફી રાખી હતી. હવે બિલ ચુકવણી પર પણ ચાર્જ વસૂલવામાં આવી આવશે.
બિલની ચુકવણી પર યુઝર્સ પાસેથી ફી વસૂલી રહી કંપની
એક અહેવાલ અનુસાર ગુગલ પે વીજળી, ગેસ સહિતના બિલની ચુકવણી પર યુઝર્સ પાસેથી ફી વસૂલી રહી છે. જેમાંક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને વીજળી અને ગેસ બિલ ચૂકવનારા વપરાશકર્તાઓ પાસેથી હવે ફી વસૂલવામાં આવી રહી છે. આ ઉપરાંત યુપીઆઇ પેમેન્ટ કંપનીઓ પહેલાથી જ મોબાઇલ રિચાર્જ માટે ફી વસૂલ કરી રહી છે. ગુગલ પે ઉપરાંત, ફોનપે અને પેટીએમ પણ ગ્રાહકો પાસેથી ફી વસૂલ કરી રહ્યા છે.
આ ફી વ્યવહાર મૂલ્યના ૦.૫ % થી ૧ % સુધીની હોઈ શકે છે. આ સેવાઓ માટે જીએસટી પણ ચૂકવવો પડશે.ફી ફક્ત કાર્ડ દ્વારા ચુકવણી પર ચૂકવવાની રહેશેગુગલ પે વિવિધ પ્રકારની બિલ ચુકવણી સુવિધાઓ પૂરી પાડે છે. જોકે, આ પ્લેટફોર્મ પર ઘણી ચુકવણીઓ માટે કાર્ડ દ્વારા ચુકવણી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી. જો ગુગલ પે યુઝર્સ તેમના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા બિલ ચૂકવે છે, તો તેમણે ફી પણ ચૂકવવી પડશે. જોકે, જો તેઓ યુપીઆઇ લિંક્ડ બેંક ખાતામાંથી સીધા ચુકવણી કરે છે તો તેમને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.