RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને પીએમ મોદીના મુખ્ય સચિવ બનાવાયા.
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડા પ્રધાન મોદીના મુખ્ય સચિવ-૨ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. કેન્દ્ર સરકારની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “કેબિનેટની નિમણૂક સમિતિએ શક્તિકાંત દાસને પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્તી આપી છે.
કેન્દ્ર સરકારનું જાહેરનામું
કેન્દ્ર સરકારમાં નિમણૂંક કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં જાહેરનામાંમાં કહેવામાં આવ્યું કે, ‘મંત્રીમંડળની નિમણૂંક સમિતિએ શક્તિકાંત દાસ, આઈએએસ (રિટાયર્ડ) (ટીએનઃ૮૦) ની વડાપ્રધાનના સચિવ-૨ નિમણૂંકની મંજૂરી આપવામાં આવી છે. આ નિમણૂંક તેમના પદ સંભાળ્યા બાદથી અમલમાં આવશે. તેમની નિમણૂંક વડાપ્રધાનના કાર્યકાળની સાથે અથવા આવનારા આદેશ સુધી શરૂ રહેશે.’
૧૯૮૦ની બેચના IAS અધિકારી
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની ૬૭ વર્ષીય શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના ૧૯૮૦ બેચના IAS અધિકારી છે. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકાર માટે વિવિધ પદ પર કામ કર્યું છે. કેન્દ્રમાં તેમણે વિવિધ તબક્કામાં આર્થિક મામલાના સેક્રેટરી, ફાઇનાન્સ સેક્રેટરી અને ફર્ટિલાઇઝર સેક્રેટરીના રૂપે કામ કર્યુ છે. તે દિલ્હીના પ્રખ્યાત સેન્ટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થી રહ્યા છે.
૬ વર્ષ સુધી ગવર્નર પદ પર રહ્યા
શક્તિકાંત દાસ ૬ વર્ષ સુધી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સુકાન પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન દાસની સફળતાનો દર નિષ્ફળતા કરતા વધારે હતો. તેમણે ભારતની નાણાકીય વ્યવસ્થાને અનેક પડકારોમાંથી બહાર લાવી. કોરોના દરમિયાન દાસના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ચાલો જોઈએ દાસના નામ સાથે સંબંધિત ૫ કામો…
સતત બે વાર વિશ્વના ટોચના બેન્કર તરીકે ચૂંટાયા
શક્તિકાંત દાસ ૨૦૨૩ અને ૨૦૨૪ માં સતત બે વખત વિશ્વના ટોચના કેન્દ્રીય બેંકર તરીકે ચૂંટાયા હતા. શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંક રિપોર્ટ કાર્ડ ૨૦૨૩ અને ૨૦૨૪ માં A+ ગ્રેડ મળ્યો. આ એવોર્ડ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ગ્લોબલ ફાયનાન્સ દ્વારા આપવામાં આવે છે. શક્તિકાંત દાસને આ સન્માન મોંઘવારી, આર્થિક વૃદ્ધિ, ચલણમાં સ્થિરતા અને વ્યાજદર પર નિયંત્રણ માટે આપવામાં આવ્યું હતું.