ફાર્માસિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ પૌલા માર્ટિન ક્લેરેસે એક વેબસાઇટ પર જણાવ્યું છે કે વાળ અકાળ સફેદ થવા માટે આયર્ન, ઝિંક, કોપર, વિટામિન બી ૧૨, ફોલેટ, વિટામિન ડી અથવા સેલેનિયમની ઉણપ જવાબદાર છે.
વાળ સફેદ થવા એક કુદરતી પ્રક્રિયા છે જે 35થી 40 વર્ષની ઉંમરમાં શરૂ થાય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. આજકાલ મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ નાની ઉંમરે વાળ સફેદ થવાથી પરેશાન હોય છે. સફેદ વાળને કાળા કરવા માટે કેમિકલ આધારિત હેર કલર્સ ખૂબ જ પરેશાન કરે છે. આ હેર કલર લગાવવાથી ત્વચા અને વાળ બંને પર આડઅસર થાય છે.
નાની ઉંમરે વાળ સફેદ થવા માટે ઘણા કારણો જવાબદાર છે. જેમા ખરાબ આહાર, વધતો તણાવ, શરીરમાં પોષક તત્વોનો અભાવ, આનુવંશિકતા, હોર્મોનલ અસંતુલન, કેમિકલ પ્રોડક્ટોનો વધુ પડતો ઉપયોગ નાની ઉંમરે વાળ સફેદ થવા માટે જવાબદાર છે.
ફાર્માસિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ પૌલા માર્ટિન ક્લેરેસે એક વેબસાઇટ પર જણાવ્યું છે કે વાળ અકાળે સફેદ થવા માટે આયર્ન, ઝિંક, કોપર, વિટામિન બી ૧૨, ફોલેટ, વિટામિન સી, ડી અથવા સેલેનિયમની ઉણપ જવાબદાર છે. આ પોષક તત્વોના અભાવે વાળ શુષ્ક, નિર્જીવ અને સફેદ થઈ જાય છે. નિષ્ણાતોએ કહ્યું કે સફેદ વાળને કલર કરવાના બદલે તમારા વાળને કુદરતી રીતે કાળા કરવા વધુ સારું છે. વાળને કાળા કરવા માટે વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન કરવાથી વાળને ભરપૂર પોષણ મળશે.
વાળને કાળા કરવા માટે તમારી ડાયટ જ પુરતી છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે જો તમે તમારા વાળને નેચરલી કાળા કરવા માટે ડાયટમાં થોડો સસ્તો ખોરાક સામેલ કરો છો તો આ સમસ્યાથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ એવા કયા ફૂડ્સ છે જેનું સેવન તમે તમારા વાળને સમય પહેલા સફેદ થવાથી બચાવવા માટે કરી શકો છો.
ગાજર
ગાજરમાં બીટા-કેરોટીન અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને કુદરતી રીતે કાળા કરે છે. આ વિટામિન્સ વાળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. ગાજરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે, જે અકાળે વાળ સફેદ થવાનું મુખ્ય કારણ છે. ગાજરના સેવનથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે, જે વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે અને વાળને કાળા, ગાઢ રાખે છે.
બ્રોકોલી
બ્રોકોલીમાં વિટામિન સી, વિટામિન બી૫ અને વિટામિન એ જેવા પોષક તત્વો હોય છે, જે વાળને અકાળે સફેદ થવાથી બચાવવામાં મદદ કરે છે. વિટામિન સી મુક્ત રેડિકલ્સને બેઅસર કરીને વાળને અકાળે સફેદ થવાનું અટકાવે છે. વિટામિન બી5 મેલેનિનનું ઉત્પાદન જાળવી રાખવામાં મદદ કરે છે, જે વાળને કુદરતી રીતે કાળા રાખે છે. બ્રોકોલીમાં હાજર વિટામિન એ ખોપરી ઉપરની ચામડીને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે અને વાળને મૂળથી મજબૂત બનાવે છે.
બદામ
બદામ, અખરોટ, કાજુ અને બ્રાઝિલ નટ્સ જેવા બદામનું સેવન કરવાથી વાળ અકાળે સફેદ થતાં અટકાવી શકાય છે. બદામમાં રહેલું કોપર મેલાનિનના ઉત્પાદનમાં મદદ કરે છે, જેનાથી વાળ ઝડપથી સફેદ થતા નથી. વિટામિન ઇ અને એન્ટિઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર બદામ ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે, જે વાળના અકાળ સફેદ થવા પર અસર કરતી નથી. તેમાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડ વાળને મૂળમાંથી પોષણ આપે છે અને મજબૂત બનાવે છે. રોજ પાણીમાં પલાળીને એક મુઠ્ઠી બદામનું સેવન કરો, તમને થશે ફાયદો .
કઠોળ
વાળ અકાળે સફેદ ન થાય તે માટે તમારે આહારમાં મગ, દાળ, ચણા અને રાજમા જેવા કઠોળ ખાવા જોઈએ. કઠોળનું સેવન કરવાથી વાળ કાળા રહે છે. આયર્નની ઉણપથી વાળ સફેદ થઈ જાય છે. ફોલિક એસિડથી ભરપૂર કઠોળનું સેવન કરવાથી નવા કોષોની રચનામાં મદદ મળે છે અને વાળનો વિકાસ વધે છે.