શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટેનો શુભેચ્છા સમારોહ

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટેનો શુભેચ્છા સમારોહ તારીખ ૨૦/ ૦૨/ ૨૫ ના રોજ યોજાયો હતો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સાકર ખવડાવી અને શ્રીફળ અર્પણ કરી વિધિવત રીતે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના પ્રમુખ માનનીય શ્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ધોરણ ૧૨ ના વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓએ શાળા સાથેના પોતાના સંસ્મરણોને તાજા કર્યા હતા અને તમામ શિક્ષક ગણ પ્રત્યે ઋણભાવ વ્યક્ત કર્યો હતો. સુપરવાઇઝર શ્રી શિલ્પાબેન ત્રિવેદી અને આચાર્યશ્રી ડો ટીનાબેન જોશીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હેતલબેન ત્રિવેદી, શ્રી કૃપાબેન ભટ્ટ તેમજ શ્રી કિરણબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *