કોલકાતામાં વહેલી સવારે ૫.૧ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેનાથી લોકો ગભરાઈ ગયા હતા. એવું કહેવાય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ ૯૧ કિલોમીટર હતી. જોકે ભૂકંપના ભારે આંચકાને કારણ લોકોએ ઊંઘમાં જ ઘરની બહાર દોટ મૂકી હતી. 

Earthquake of magnitude 5.1 shakes Bay of Bengal | Kolkata News - Times of  India

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કોલકાતામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ઘણું દૂર હતું. આજના ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૯૧ કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ નુકસાન થવાની શક્યતા ઓછી છે. હકીકતમાં, સપાટીથી ૫ કે ૧૦ કિલોમીટર નીચે આવતા છીછરા ધરતીકંપો સપાટીથી ખૂબ નીચે આવતા ધરતીકંપો કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.

Image

ચાલુ વર્ષે ૮ જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા કારણ કે તિબેટના દૂરના વિસ્તારો અને નેપાળના કેટલાક ભાગોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ઉત્તર બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે કોઈ નુકસાન થયું નહોતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *