આજે અમદાવાદનો સ્થાપના દિવસ

અમદાવાદ શહેરનો આજે ૬૧૪ મો સ્થાપના દિવસ છે.

આજે છે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ, જાણો કેવી રીતે સ્થપાયું હતું આ શહેર

કોને ખબર હતી કે આજથી સૈકાઓ પહેલા વિરહઘેલી યુવતીની જેમ એકલી અટૂલી વહેતી સાબરમતીના કાંઠે ઐતિહાસિક નગર વસી જશે, સાબરમતીના પાણીમાં જ એવી તાકાત હશે કે અહીં રાજાને નગર વસાવાનું સૂઝ્યું. કદાચ, નગર વસવાટનું વિધિના લેખમાં લખેલું હશે અને તો જ કૂતરાં પર સસલાંનું આવવું જોઈને બાદશાહને વિચાર આવ્યો હશે કે જો અહીંના સસલાં આટલાં હિંમતવાન હોય તો પછી પ્રજા કેવી હશે? બસ પછી બાદશાહે નગરની ઈંટ મૂકી કે ન મૂકી, સાબરમતીનો નિર્જન કાંઠો સજીવ થઈ ઉઠ્યો અને ૬ સૈકાની સફરમાં અમદાવાદ એક વિરાટ વટવૃક્ષ બની ગયું અને માનવ સભ્યતાના ઈતિહાસમાં સિક્કો પાડી દીધો એટલું જ નહીં પરંતુ અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે.

Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર  કલ... | News in Gujarati

મારુ-તારુ નહીં પરંતુ આપણા આ અમદાવાદનો બર્થડે છે, અનોખા અમદાવાદની પેટ ભરીને વાતો કરવી છે, નગરથી સ્થાપનાથી માંડીને આજ દિન સુધીના ઈતિહાસમાં ડોકિયું કરવું છે પરંતુ એ પહેલાં ટાઈમ ટ્રાવેલમાં પાછા જઈને તે વખતે શું બન્યું તેની પર એક ઉડતી નજર કરી લઈએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે એક રાણીએ પણ અમદાવાદ પર રાજ કરેલું છે. આ રાણી એટલે બીજુ કોઈ નહીં પરંતુ હિંદુસ્તાનની સામ્રાજ્ઞી અને મુઘલ બાદશાહ જહાંગીરની મુખ્ય બેગમ નૂરજહાં. નૂરજહાંની, હિંદુસ્તાનાના બાદશાહની મુખ્ય બેગમ નૂરજહાં રુપરુપનો અંબાર હતી અને ‘અમદાવાદ વાસ’ દરમિયાન બાદશાહ જહાંગીર ધૂળથી ત્રાહિમામ પોકારી ગયાં અને આ સમયે તેમની સાથે રહેલી બેગમ નૂરજહાંએ અમદાવાદના શાસનની ધૂરા સંભાળી લીધી અને લગભગ ૯ મહિના સુધી અમદાવાદ પર રાજ કર્યું.

હેપ્પી બર્થડે અમદાવાદ, જાણો કઈ રીતે થઈ આ શહેરની ઉત્પત્તિ અને તેના રસપ્રદ  તથ્યો વિશે

બાદશાહ અહમદ શાહની મુખ્ય બેગમની કબર રાણીના હજીરા તરીકે ઓળખાય છે. ૯ મહિના બાદ જહાંગીર સાથે નૂરજહાં દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી જે પછી મુઘલ શહજાદાએ અમદાવાદના શાસનની બાગડોર સંભાળી હતી.

અમદાવાદના પાયો નાખનાર મુખ્યત્વે ૩ રાજાઓ છે, અમદાવાદની સ્થાપના પહેલાં હાલના આસ્ટોડિયા દરવાજામાં આશા ભીલનો ટેકરો આવેલો હતો. સન ૧૪૧૧ પહેલાં ભીલોના રાજા આશા ભીલ અહીં રાજ કરતાં હતા પરંતુ તે વખતે અણહિલવાડ પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ આશા ભીલ પાસેથી અમદાવાદ જીતીને તેનું નામ કર્ણાવતી રાખ્યું પરંતુ કદાચ નસીબને તે પણ મંજૂર નહીં હોય અને તે વખતના ગુજરાતના સુલતાન અહેમદ શાહે કર્ણદેવને હરાવીને અમદાવાદ પર રાજ કર્યું.
ગુજરાતના-જોવાલાયક સ્થળો | ટુર ગુજરાત

જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને કે અમદાવાદ બનાયા’, કહેવત છે? આ કહેવત કેટલી સાચી તે તો રામ જાણે પરંતુ તેની પાછળ ઊંડો ભાવાર્થ છુપાયેલો છે. સસલાં જેવો બીકણ જીવ જ્યારે ઘાતકી ગણાતા કૂતરાની સામે થઈ જાય તે ધરતી કેટલી ખમતીધર હશે, તેના પાણીમાં કેટલી તાકાત હશે. આ વિચારથી બાદશાહે અમદાવાદનો પાયો નાખ્યો.

૧૬૧૭ મા અકબરના પુત્ર અને હિંદુસ્તાનના બાદશાહ બનેલા જહાંગીરની સવારી અમદાવાદ આવી હતી. લગભગ 9 મહિના સુધી જહાંગીર અમદાવાદમાં રહ્યો હતો, જહાંગીરે અમદાવાદની મજા તો ખૂબ લીધી પરંતુ તેને કોસવામાં પણ કંઈ બાકી રાખ્યું નહોતું. જહાંગીરના સમયમાં અમદાવાદના રસ્તા પર ધૂળ ગજબની હતી, ચારે તરફ ધૂળ જ ધૂળ ઉડતી હતી. આથી જહાંગીરને તેની સખત નફરત હતી. જહાગીરે અમદાવાદને ગર્દાબાદ (ગર્દ એટલે ધૂળ) સુદ્ધા કહી નાખ્યું હતું. જહાંગીરને કાંકરિયા ખૂબ ગમતું અને તે બેગમો સાથે મોટાભાગનો સમય અહીંજ ગાળતો હતો. આખા અમદાવાદમાં તેને એક કાંકરિયા જ પ્રિય હતું. આ દરમિયાન તેની મુખ્ય બેગમ નૂર જહાને અમદાવાદ પર રાજ કર્યું આ દરમિયાન જહાંગીર કાંકરિયામાં રહ્યો અને મોજ મજા કરતો રહ્યો. બાદશાહને કોઈ રસ ન રહેતાં નૂર જહાને ૯ મહિના સુધી અમદાવાદ પર રાજ કર્યું હતું. જહાંગીર પોતાની હયાતીમાં લખેલા જહાગીરનામામાં આ વાતનો ઉલ્લેખ છે, તે ઉપરાંત પ્રસિદ્ધ અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ તેનો ઉલ્લેખ છે. મીરાત અકબરી પુસ્તક અનુસાર, જહાંગીરે લખ્યું હતું કે આ શહેર ગર્દાબાદ છે, પણ હવે મારે તેને શું કહેવું? હું તેને શમુમીસ્તાન કે બીમારીસ્તાન કહું ! ઝકુમદાર (કાંટાનું શહેર) કહું કે ઝહન્નામાબાદ કહું. બાદશાહ જહાંગીર પહેલી વાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો ત્યારે તેની આજુબાજુ ધૂળના ઢગલે ઢગલે જોઈને ભારે કોપાયમાન થયો હતો અને તેણે અમદાવાદના ગર્દાબાદ (ગર્દ એટલે ધૂળ) એવું નામ આપી દીધું હતું. અમદાવાદ ધૂળિયું છે એવું સાબિત કરવા માટે જહાંગીર બે ઘેટા કપાવી નાખ્યાં હતા. એક ઘેટાની લાશ અમદાવાદમા અને બીજાની લાશ ૧૦૦ કિલોમીટર દૂર મહમુદાબાદમાં ઝાડ પર લટકાવી દીધું હતું. જહાંગીરની વાત સાચી નીકળી. અમદાવાદમા જે ઘેટું લટકાવ્યું હતું તે ૮ કલાકની અંદર તો સડવા લાગ્યું હતું જ્યારે બીજે ઠેકાણે લટકાવેલા ઘેટાને સડતાં ૧૪ કલાક લાગ્યાં હતા.

HAPPY BIRTHDAY અમદાવાદ! વર્લ્ડ હેરિટેજ સીટીનો આજે 613મો જન્મદિવસ | HAPPY  BIRTHDAY Ahmedabad Today 613th birthday of the World Heritage City -  Gujarat Samachar

જહાંગીરના શાસનમાં અંગ્રેજોનો પગપેસારો

જહાંગીર જ્યારે અમદાવાદ હતો ત્યારે બ્રિટનના રાજનો દૂત સર થોમસ રો અમદાવાદ આવ્યો હતો અને કાંકરિયામાં જહાગીરના દરબારમાં તેણે અમદાવાદમાં વેપારની પરમિશન માગી હતી. જહાંગીર તેનાથી ખૂબ પ્રભાવિત થયો અને તરત પરમિશન આપી દીધી હતી આ ઘટના બ્રિટીશરોની ભારતમાં પહેલી એન્ટ્રી તરીકે ગણાવાઈ રહી છે.

Happy Birthday Ahmedabad : અમદાવાદના જન્મ દિવસે નિહાળો બેજોડ શિલ્પ,  સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો - Gujarati News | Ahmedabad  birthday see best architecture and heritage ...

મુઘલ રાજકુમારોની પ્રેમની પાઠશાળા બન્યું

અમદાવાદ ‘પ્રેમનગરી’ પણ તરીકે ઓળખાય છે, તેના મૂળ ઐતિહાસિક કાળમાં પડ્યાં છે. આ ભૂમિ પર હિંદુસ્તાન પર રાજ કરનાર મુઘલ સામ્રાજ્યના રાજકુમારોએ પ્રણયના ફાગ ખેલ્યાં, જહાંગીર, શાહજહાં અને ઓરંગઝેબે જવાનીમાં ઘણો સમય અમદાવાદમા વીતાવ્યો છે. પ્રેમના પ્રતિક બનેલી જગવિખ્યાત ઈમારત અને આઠમી અજાયબીમાંના એક આગ્રાનો તાજમહેલ બાંધવાનો વિચાર મુઘલ બાદશાહ શાહજહાંને અમદાવાદનો મોતી મહેલ પેલેસ જોઈને આવ્યો હતો. 1618મા જહાંગીરે ૧૭ વર્ષના કુમાર ખુરમ (પછીથી શાહજહાંન નામ ધારણ કરીને હિંદુસ્તાનની ગાદી પર બેઠો) ને સૂબો નીમ્યો હતો. ગુજરાતની સુબાગીરી દરમિયાન શાહજહાંન તેની પ્રેમિકા મુમતાઝને પણ લઈને આવ્યો હતો અને ઈતિહાસકારના જણાવ્યાં પ્રમાણે તેમણે બન્નેએ ઘણા સમય સુધી અમદાવાદમાં જ પ્રણય ફાગ ખેલ્યાં હતા. મુમતાઝ મહેલનું સાદુ નામ અર્જમદબાનું હતું અને તે અસફખાંની દીકરી હતી. જહાંગીરના નિવાસ વખતે અસફખાં અમદાવાદમા જ હતો અને શાહજહાંન પણ હતો.

Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર  કલ... | News in Gujarati

અમદાવાદમાં શાહજહાંએ બેનમૂન બિલ્ડિંગ બાંધવાની કળા શીખી

તાજમહેલ બાંધવાની કથા પણ ખૂબ રોચક છે. તાજમહેલ બાંધવાનો વિચાર શાહજહાં અમદાવાદમાંથી આવ્યો હતો. પ્રખ્યાત ઈતિહાસકાર જેમ્સ ડગલાસે ૧૮૯૩ માં પ્રસિદ્ધ થયેલી પોતાની બુક ‘વેસ્ટર્ન ઈન્ડીયા’માં લખે છે કે ૧૬૧૮ માં તે વખતના પ્રિન્સ ખુરમ કે પછીથી શાહજહાંન ગુજરાતનો સુબો નીમાયો હતો અને અમદાવાદમાં તે પોતાની પ્રેમિકા મુમતાઝ મહલ સાથે રહેતો હતો. અમદાવાદમાં રહેતી વખતે શાહજહાંને શાહીબાગમાં વિશ્વવિખ્યાત મોતી મહેલ પેલેસ (પાછળથી સરદાર પટેલ મ્યુઝીયમમાં ફેરવાયો) બનાવ્યો હતો. આ મોતી મહેલ જોઈને જ શાહજહાંનને તાજમહેલ બાંધવાનો વિચાર આવ્યો હતો અને તેના ૩૬ વર્ષ બાદ એટલે કે 1654માં તેણે આગ્રામાં તાજમહેલ બાંધ્યો હતો. ઈતિહાસકાર જેમ્સ ડગલાસે પોતાની બુકમાં એવું પણ લખ્યું છે કે “શાહજહાંને અમદાવાદમાં પોતાના નિવાસ વખત જ સ્થાપત્યની કળા શીખી લીધી હતી અને તેને વિકસાવી હતી. અમદાવાદમાં શાહજહાંને માર્બલ પર પડતો પ્રકાશ જોતો હતો, એકલો અને એકદમ મૌન રહીને, તે નિહાળતો, માપ લેતો, તુલના કરતો, શીખતો-સમજતો અને કદાચ નકલ પણ કરતો. અમદાવાદ જેવા શહેરનો ખૂબ પ્રાચીન ઈતિહાસ છે અને ત્યાં ૧૫૦ વર્ષના શાસનમાં ઘણા કદ્દાવર રાજાઓનું રાજ હતું. અમદાવાદમાં જ શાહજહાંને બેનમૂન બિલ્ડિંગ બાંધવાની કળા શીખી લીધી હતી અને પછી તેનું રિઝલ્ટ ઐતિહાસિક તાજમહેલના રુપમાં આવ્યું. પ્રિન્સ ખુરમનો મોતી મહેલ પેલેસ જોઈને પિતા જહાંગીર એટલા પ્રભાવિત થયાં કે તેમણે શાહીબાગ (શાહજહાંને બનાવ્યો હતો, હાલમાં અસ્તિત્વમાં નથી)માં આરસનું એક સિંહાસન પોતાને માટે ખાસ બનાવડાવ્યું હતું. ૧૬૩૮ અને ૧૬૪૧ ની વચ્ચે ઘણા યુરોપિયન પ્રવાસીઓએ અમદાવાદની મુલાકાત વખતે શાહબાગ ગાર્ડન, તેના તળાવોના વખાણ કર્યાં હતા અને મોતી મહેલ પેલેસને ‘અસાધારણ પ્રેમાળ’, ગણાવ્યો હતો. તે વખતે મોતી મહેલ પેલેસ 100 એકર જમીનમાં ફેલાયેલો હતો અને તેની ફરતે કોટ નહોતો. Catherine Asher નામના લેખિકાએ પોતાની બુક Architecture of Mughal India’ માં લખ્યું છે કે મોતી મહેલ પેલેસનો બહારનો ભાગ કમાનને બદલે બે માળના આડા બીમ પર હતો અને અતિ કમોળ પિલરનું પ્રવેશદ્વાર હતું. મોતી મહેલ પેલેસ અકબરના અજમેર પેલેસની સુધારિત બિલ્ડિંગ હતી. મોતી મહેલની બીજી રસપ્રદ વાત એ છે કે તેની નીચે ભોંયરા હતા જેમાં પાણી સંઘરવામાં આવતું અને ભોજન પણ તૈયાર થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *