બિહારમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું

નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ.

બિહારમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું, નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ 1 - image

બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમાર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલની હાજરીમાં બિહાર સરકારના નવા સાત મંત્રીઓએ મંત્રીપદ અને ગોપનીયતાના શપથ લીધા છે. નવા તમામ મંત્રીઓ ભાજપના ધારાસભ્યો હોવાથી બિહારમાં ભાજપનો દબદબો વધ્યો છે.

Bihar Cabinet Expansion Live: नीतीश कैबिनेट का विस्तार आज, मंत्री पद की शपथ  लेंगे 7 मंत्री, सम्राट चौधरी के आवास पर बीजेपी की बैठक जारी - Bihar Cabinet  Expansion cm ...

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વારાફરતી તમામ મંત્રીઓને મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તથા વિજયકુમાર સિંહા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપ ધારાસભ્ય વિજયકુમાર મંડલે મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. તેઓએ ૨૦૧૫ અને ૨૦૨૦ માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચિત્ર લગભગ સ્પષ્ટ થવાની સાથે કેબિનેટ વિસ્તરણ પહેલા જ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Bihar cabinet expension - 11 महीने से टलता आ रहा था बिहार कैबिनेट का  विस्तार... 24 घंटे में नीतीश-नड्डा ने कैसे बनाई सहमति? - bihar cabinet  expension cm nitish kumar bjp to

લોકસભા ચૂંટણીમાં ભાજપે નીતિશ કુમારની માગનો સ્વીકાર કર્યો હતો. તેમજ બજેટ ૨૦૨૫ માં પણ બિહાર માટે દિલ ખોલીને લ્હાણી કરી હતી. ભાજપે નિતિશને મોટા ભાઈ તરીકેનું સન્માન આપતાં નીતિશે પણ મોટું દિલ રાખતાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં જ કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્યોને સ્થાન આપ્યું.

Darbhanga News, Darbhanga Samachar, दरभंगा समाचार – Hindustan

દરભંગા જિલ્લાના જાલેમાંથી ભાજપ ધારાસભ્ય જીવેશ મિશ્રા બીજી વખત નીતિશ સરકારમાં મંત્રી બન્યા છે. તેઓએ મૈથિલી ભાષામાં પદ અને ગોપનીયતાના શપથ લીધા હતી. તદુપરાંત મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજમાંથી ભાજપ ધારાસભ્ય રાજુકુમાર સિંહે પણ શપથ ગ્રહણ કર્યા હતાં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *