ભાજપમાં જોડાઈ રહ્યા છે શિવકુમાર

ડીકે શિવકુમારે  કહ્યું- હું હિન્દુ છું અને તમામ ધર્મને પ્રેમ કરું છું.

DK Shivakumar To Quit Congress? Karnataka Deputy CM Dismisses Reports of  His Getting Close to BJP, Says 'Am Congressman by Birth' (Watch Video) |  🗳️ LatestLY

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ સંગમમાં સ્નાન કરીને યોગી સરકારના વખાણ કર્યા હતા. ત્યારબાદ તેઓ મહા શિવરાત્રિના અવસર પર સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગ કેન્દ્ર પણ ગયા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બધા બાદ એવી અટકળો શરુ થઇ હતી કે ડીકે શિવકુમાર પણ ભાજપમાં જોડાઈ શકે છે. એવામાં આ મામલે તેમણે સ્પષ્ટતા કરી છે કે હું જન્મથી જ કોંગ્રેસી છું.

I am a born Congressman, rumours about me getting closer to BJP is a  propaganda: DCM DK Shivakumar

મીડિયા સાથે વાત કરતા ડી.કે. શિવકુમારે કહ્યું, ‘ઈશા ફાઉન્ડેશનની મુલાકાત લેવા બદલ મારી ટીકા થઈ ચૂકી છે. પરંતુ મને સદગુરુએ આમંત્રણ આપ્યું હતું, તેથી હું અહીં આવ્યો છું. હું જન્મથી હિન્દુ છું, જે તમામ ધર્મોને ચાહે છે. આનો અર્થ એ નથી કે હું ભાજપની નજીક આવી રહ્યો છું, પરંતુ હું અમિત શાહને મળ્યો પણ નથી.’

D.K. Shivakumar Dismisses BJP Link Speculations

ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ‘મેં મીડિયા અને સોશિયલ મીડિયામાં જોયું છે અને મારા મિત્રો પણ ફોન કરીને પૂછી રહ્યા છે કે શું હું ભાજપની નજીક આવી રહ્યો છું, પરંતુ એવું નથી. હું જન્મથી કોંગ્રેસી છું. મને મહાકુંભમાં શ્રદ્ધા છે અને હું તમામ ધર્મોનું સન્માન કરું છું. હું ભાજપના આરોપોને ગંભીરતાથી લેતો નથી.’

In larger interest for Congress...: DK Shivakumar confirms becoming  Karnataka deputy CM | Exclusive - India Today

મહાકુંભ મેળામાં પોતાના અનુભવ વિશે વાત કરતા, ડી.કે. શિવકુમારે કહ્યું, ‘તે અદ્ભુત હતું. આટલી મોટી ભીડને સંભાળવી એ સરળ કાર્ય નથી. કેટલીક નાની અસુવિધાઓ હશે, પરંતુ હું અહીં ખામીઓ શોધવા નથી. પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે સારી વ્યવસ્થા કરી છે. આસ્થાની દ્રષ્ટિએ, તે ભગવાન સાથે ભક્તના સંબંધ વિશે છે, કેટલાક લોકો સીધા જોડાય છે, જ્યારે અન્ય લોકો પૂજારી દ્વારા જોડાય છે.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *