શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં S.S.C બોર્ડની પરીક્ષા અવસરે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી , મીઠું મોઢું કરાવીને અને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્યશ્રી ડૉ ટીનાબેન જોષી અને સુપરવાઇઝર શ્રીમતી શિલ્પાબેન ત્રિવેદી તથા NSS વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું ઉષ્માસભર સ્વાગત કરીને શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પરીક્ષા માટે શુભકામના પાઠવવામાં આવી હતી.