૧ માર્ચ, ૨૦૨૫ થી ઘણા મોટા નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટથી લઈને એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર થશે, જેનાથી તમારા ખિસ્સા પર અસર થશે.
૧. ૧ માર્ચથી બદલાશે નિયમો
ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે અને માર્ચ મહિનો શરૂ થવામાં માત્ર એક દિવસ બાકી છે. દર નવા મહિનાની શરૂઆતથી ઘણા નિયમો બદલાઈ જાય છે. ત્યારે ૧ માર્ચ, ૨૦૨૫ થી પણ ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. તો ચાલો જાણીએ કે કયા ફેરફારો થઈ રહ્યા છે અને તે તમને કેવી અસર કરશે.
૨. ફિક્સ્ડ ડિપોઝિટ
માર્ચ ૨૦૨૫ થી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો ફક્ત રિટર્નને જ નહીં પરંતુ ટેક્સ અને ઉપાડની પદ્ધતિઓને પણ અસર કરી શકે છે. તેથી, જો ભવિષ્યમાં FD કરવાનું વિચારી રહ્યા હોવ તો આ બદલાવ સમજવું ફાયદાકારક સાબિત થશે.
૩. એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર
માર્ચ ૨૦૨૫ થી બેંકોએ FD પરના વ્યાજ દરોમાં કેટલાક ફેરફાર કર્યા છે. વ્યાજ દરો વધી શકે છે કે ઘટી શકે છે, હવે બેંકો તેમની તરલતા અને નાણાકીય જરૂરિયાતો અનુસાર વ્યાજ દરોમાં સુગમતા રાખી શકે છે. ખાસ કરીને નાના રોકાણકારો કે જેમણે ૫ વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરી છે, નવા દરો તેમના પર અસર કરી શકે છે.
૪. LPGના ભાવ
ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે. એવામાં ૧ માર્ચ, ૨૦૨૫ ની સવારે સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. સુધારેલા ભાવ સવારે છ વાગ્યે જાહેર થઈ શકે છે.
૫. ATF અને CNG-PNG દરો
દર મહિનાની પહેલી તારીખે, ઓઈલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNG ના ભાવમાં પણ ફેરફાર કરે છે. ત્યારે આ વખતે પણ ભાવમાં થયેલા ફેરફાર જાહેર કરવામાં આવશે.
ડિસક્લેમર: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, વિશ્વ સમાચાર કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.