અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટની આગાહી, રાજ્યવાસીઓ માટે 48 કલાક આકરા…

રાજ્યના નાગરિકોને આગામી 48 કલાક કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે અને ગરમીનુ જોર વધશે તો આ તરફ અમદાવાદમાં વધી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો ભાવનગર, રાજકોટ સહિત બનાસકાંઠામાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે

અમદાવાદમાં ગરમીનો પારો સતત ઉપર જતા કાકંરિયા ઝુમાં વિશેષ વ્યવસ્થા અબોલ પશુ-પક્ષીઓ માટે ઉભી કરવામાં આવી છે. આગ ઓકતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળી રહે તે માટે પ્રાણીસંગ્રાહલ દ્વારા 25 જેટલા કુલર, ગ્રીન નેટ લગાવવાની સાથે પાણીનો છંટકાવ પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત વૃક્ષા રોપણની પણ કામગીરી કરવામાં આવી છે તો તાપમાન 45 ડીગ્રી નોંધતો એન્ટી ઈસ્ટ્રેસ દવા આપવાની પણ તૈયારી ઝુ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

વધુમાં સર્પ ગૃહમાં ઠંડક જળવાઈ રહે તે માટે ડકટિંગ સિસ્ટમની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. પ્રાણી સંગ્રાહલયમાં ગરમીની સૌથી વધુ અસર વાઘ,સિંહ દીપડો, હાથી અને પક્ષીઓમાં જોવા મળે છે જેને ધ્યાનમાં રાખી ઝુ તંત્ર દ્વારા વિશેષ સ્ટાફ પણ ખડેપગ તૈનાત કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *