બિહારની રાજધાની પટના અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ નેપાળના બાગમતી પ્રાંતમાં હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ હતી. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.
ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અહેવાલ અનુસાર બિહાર ઉપરાંત સિલિગુડી સહિત અન્ય ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે ૦૨:૩૬ વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
ભારતની સાથે, તિબેટ અને ચીન સહિતના કેટલાક પડોશી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિંધુપાલચોકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અમારે ઊંઘમાંથી દોટ મૂકવી પડી હતી. જોકે હવે લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. અમને અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ મળ્યા નથી.
બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ હતું. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી પ્રાંતમાં સવારે લગભગ ૦૨:૩૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી ૧૮૯ કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ માનવામાં આવે છે અને તેની અસર ઓછી હોઈ શકે છે. ભૂકંપના કેન્દ્રબિંદુ નજીક ભય ખાસ કરીને ઊંચો છે, જ્યાં ઇમારતો ધ્રુજી શકે છે અને ઇમારતો અને રસ્તાઓમાં તિરાડો દેખાઈ શકે છે.
