ભારે બરફ વર્ષાના કારણે મનાલીમાં બત્તીગુલ

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૧૨ કલાકથી વરસાદ અને હિમવર્ષાના કારણે બ્લેક આઉટ થઈ ગયું છે. મનાલીના અનેક ગામાડા અંધકારમાં ડૂબી ગયા છે. આ સિવાય તેની આસપાસના વિસ્તારોમાં પણ સતત ચોથા દિવસે હિમવર્ષા થઈ રહી છે. મનાલીમાં અત્યાર સુધી આશરે ૧ ફૂટ સુધી તાજી હિમવર્ષા થઈ ચૂકી છે. અનેક રસ્તા અને ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. આ સાથે બદલાતા હવામાનના કારણે તાપમાનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. 

ભારે બરફ વર્ષાના કારણે મનાલીમાં બત્તીગુલ: રસ્તાઓ બંધ, અનેક ટુરિસ્ટો ફસાયા 1 - image

ખરાબ વાતાવરણને લઈને તંત્ર દ્વારા ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. વળી, પ્રસિદ્ધ હડિંબા મંદિરની છત પર વૃક્ષ પડી જતાં તેનો ઉપરનો ભાગ તૂટી ગયો હતો. મળતી માહિતી અનુસાર, ગુરુવારે (૨૭ ફેબ્રુઆરી) મોડી સાંજે હિમવર્ષા શરુ થઈ હતી, જે શુક્રવાર બપોર સુધી ચાલુ હતી. 

Manali Flood Situation Photos Update; Manali Kullu Rainfall | Monsoon News  | Disaster Himachal Shimla News | पर्यटन नगरी मनाली में तबाही की PHOTOS:  बाढ़ में बह गए होटल-दुकान और घर; रास्ते

મનાલીના સોલાંગનાલામાં ૨ થી ૩ ફૂટ અને અટલ ટનલ રોહતાંગમાં આશરે ૩.૫ ફૂટ તાજી હિમવર્ષા થઈ ચૂકી છે. જેના કારણે લેહ મનાલી હાઇવે બંધ કરવામાં આવ્યો છે. સતત થઈ રહેલાં હિમવર્ષાના કારણે અનેક રસ્તા પર તેની અસર જોવા મળી હતી. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. જોકે, હવામાન વિભાગે આજે પણ હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.

Himanchal Kullu Akhara Bazar Flood Chandigarh Manali Four lane Bus Accident  Landslide NH-5 Closed Heavy Rain Shimla | हिमाचल में भारी बारिश से तबाही,  PHOTOS: कुल्लू में घरों में घुसा पानी, मलबे

કુલ્લુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી મળેલી જાણકારી અનુસાર, કુલ્લુ જિલ્લામાં ૯૬૪ ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે. મનાલીમાં સૌથી વધારે ૭૨૯ ટ્રાન્સફોર્મર હિમવર્ષાના કારણે બંધ થઈ ગયા છે. આ જ પ્રકારે, કુલ્લુમાં ૨૦૨ તેમજ આનીમાં ૨૬ ડીટીઆર બંધ છે. તંત્ર તરફથી સંપર્ક નંબર ૦૧૯૦૨- ૨૨૫૬૦૩, ૨૨૫૬૩૧, ૨૨૫૬૩૨  શરુ કરવામાં આવ્યા છે. અનેક પ્રવાસીઓ પણ મનાલીમાં ફસાઈ ગયા છે. જોકે, તમામ સુરક્ષિત છે અને પોતાની હોટેલમાં છે. પરંતુ, હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે ડરનો માહોલ છે. વરસાદ અને હિમવર્ષાના કારણે મનાલીમાં તમામ શાળા-કૉલેજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

Himachal Pradesh Snowfall: Manali, Shimla covered in heavy snow, see huge  surge in tourism, 4 dead, many injured - India Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *