‘૧૫ વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ નહીં મળે…’
પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ શનિવારે ઘણી મોટી જાહેરાતો કરી. તે અનુસાર દિલ્હી સરકાર ૩૧ માર્ચ બાદ શહેરના પેટ્રોલ પંપ અને સીએનસી સ્ટેશનો પર ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોને ઈંધણ આપવાનું બંધ કરી દેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણથી ઉકેલ મેળવવાના ઉપાયો પર ચર્ચા કરવા માટે અધિકારીઓની સાથે બેઠક બાદ સિરસાએ કહ્યું કે સરકાર વાહનોથી થનાર ઉત્સર્જન અને પ્રદૂષણને રોકવા માટે આકરા પગલાં ઉઠાવી રહી છે.
બેઠકમાં જૂના વાહનો પર પ્રતિબંધ, જરૂરી એન્ટી-સ્મૉગ ઉપાય અને ઈલેક્ટ્રિક સાર્વજનિક પરિવહનમાં પરિવર્તન સહિત મુખ્ય નીતિગત નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બેઠક બાદ સિરસાએ કહ્યું, ‘અમે પેટ્રોલ પંપો પર ગેજેટ લગાવી રહ્યાં છીએ જે ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોની ઓળખ કરશે અને તેમને કોઈ ઈંધણ આપવામાં આવશે નહીં.’
દિલ્હી સરકાર આ નિર્ણય વિશે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયને માહિતગાર કરશે. જૂના વાહનોને ઈંધણના પુરવઠાને પ્રતિબંધિત કર્યા સિવાય સિરસાએ જાહેરાત કરી કે રાજધાનીમાં તમામ ઊંચી ઈમારતો, હોટલો અને વાણિજ્યિક પરિસરોમાં વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે એન્ટી-સ્મોગ ગન લગાવવી જરૂરી છે.
દિલ્હીમાં લગભગ ૯૦ % સાર્વજનિક સીએનજી બસોને ડિસેમ્બર ૨૦૨૫ સુધી તબક્કાવાર રીતે હટાવી દેવામાં આવશે અને તેમના સ્થાને ઈલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે, જે સરકારના સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહનની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાનો ભાગ છે. આ જાહેરાતો શહેરના રહેવાસીઓ માટે એક મોટો પડકાર વાયુ પ્રદૂષણથી ઉકેલ મેળવવા માટે દિલ્હીના વ્યાપક પ્રયત્નોના ભાગ તરીકે કરવામાં આવી છે.
AAP સરકાર પર સાધ્યું નિશાન
તેમણે પૂર્વની AAP સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે ગત સરકારે પ્રદૂષણને ઘટાડવા માટે કોઈ પણ પગલાં ઉઠાવ્યા નથી. કેન્દ્ર સરકારની તરફથી જે પણ ફંડ આપવામાં આવ્યું તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. દિલ્હીમાં ત્રણ વિષય છે- એક ડસ્ટ પ્રદૂષણ છે, એક વ્હીકલ પ્રદૂષણ છે, એક કન્સ્ટ્રક્શન પ્રદૂષણ છે. દિલ્હીમાં સ્પ્રિંકલર પણ લગાવ્યા નહોતાં.
પર્યાવરણ મંત્રીએ કહ્યું કે અમે એક ટીમની રચના કરી રહ્યાં છીએ જે ૧૫ વર્ષ જૂના વ્હીકલને આઈડેન્ટિફાય કરશે. હેવી વ્હીકલને લઈને પહેલા તપાસ કરશે કે આખરે કયા વ્હીકલ દિલ્હીમાં દાખલ થઈ રહ્યાં છે. જે નક્કી નિયમ છે શું તેના હેઠળ દિલ્હીમાં દાખલ થઈ રહ્યાં છે કે નહીં. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને પ્લાન્ટેશનના ડ્રાઈવમાં જોડવામાં આવશે. દિલ્હીમાં ઘણા મોટા ઓર્ગેનાઈઝેશન છે. જેનું કારણ પ્રદૂષણ હોય છે. અમે તેને પણ આદેશ આપી રહ્યાં છીએ કે પ્રદૂષણને ઘટાડવા માટે નવા ગેજેટ્સને લગાવે. દિલ્હીની હાઈ રાઈઝ બિલ્ડિંગ પર એન્ટી સ્મોગ ગન લગાવવી જરૂરી હશે.
હોટલોએ પણ લગાવવી પડશે સ્મોગ ગન
મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં જેટલા કોમર્શિયલ કોમ્પલેક્સ છે, હોટલ છે, તેમને પણ જરૂરી હશે કે સ્મોગ ગન લગાવવામાં આવે. દિલ્હીમાં જે ખાલી લેન્ડ છે, તેમાં નવા જંગલ તૈયાર કરવામાં આવશે જેથી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય. અમે ક્લાઉડ સીડિંગને લઈને પણ કામ કરવાનું શરૂ કરીશું. અમે એ નક્કી કરીશું કે જ્યારે દિલ્હીમાં પ્રદૂષણ સૌથી વધુ હશે ત્યારે ક્લાઉડ સીડિંગના માધ્યમથી પ્રદૂણને ઘટાડી શકાય. દિલ્હીમાં જે નવી હાઈ રાઈઝ બિલ્ડિંગ બની રહી છે. તેના માટે પણ નવા નિયમ લાગુ થશે. અમારું એક લક્ષ્ય છે, જે પ્રદૂષણ કરી રહ્યું છે સમાધાન પણ તે જ આપશે. જ્યારે આપણે પોતાના રાજ્યનું પ્રદૂષણ ઓછું કરીશું ત્યારે આપણે બીજા રાજ્યોને કહી શકીશું. દિલ્હીનું પોતાનું પ્રદૂષણ પણ ૫૦ %થી વધું છે. અમે પોતાની ઓથોરિટીને કહ્યું છે કે સરકાર સંપૂર્ણરીતે સપોર્ટ કરવા માટે તૈયાર છે.