જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે અવશ્ય કરો આ ઉપાય.
માર્ચ મહિલાની શરુઆત થઈ ગઈ છે. આ મહિનામાં હોળીનો તહેવાર ધામ ધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરુ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી. જેના કારણે કાર્યોમાં વિધ્ન આવી શકે છે. એટલે હોળાષ્ટક દરમિયાન લગ્ન વિધિ, ગૃહ પ્રવેશ અને નામકરણ સહિતના શુભ કાર્યો કરવામાં આવતા નથી. પૌરાણિક માન્યતા પ્રમાણે હોળાષ્ટકના સમયગાળા દરમિયાન ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપે ઘણી યાતનાઓ આપી હતી. આ દરમિયાન પૂજા- અર્ચના અને જપ -તપ જેવા શુભ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે હોળાષ્ટક ક્યારે શરુ થાય છે અને તે દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
હોળાષ્ટક ક્યારે શરુ થઈ રહ્યા છે
હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે ૭ માર્ચ ૨૦૨૫ ના રોજ હોળાષ્ટક શરુ થઈ રહ્યા છે અને તેનું સમાપન ૧૩ માર્ચ ૨૦૨૫ ના રોજ થશે અને તે પછીના દિવસે ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ હોળી મનાવવામાં આવશે.
હોળાષ્ટકમાં શુ કરવું જોઈએ…
- હોળાષ્ટકના સમયગાળામાં હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પુણ્યફળદાયી માનવામાં આવે છે. તેના કારણે જીવનમાં સકારાત્મકતા આવે છે.
- હોળાષ્ટક દરમિયાન ગરીબો અને જરુરીયાતમંદોને અનાજ, કપડાં અને ધનનું દાન કરી શકે છે. માન્યતા પ્રમાણે આવુ કરવાથી જીવનમાં સુખ -સમૃદ્ધિનું આગમન થાય છે.
- હોળાષ્ટકમાં પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ કરવું લાભદાયી માનવામાં આવે છે.
હોળાષ્ટકમાં શું કરવું જોઈએ..
- હોળાષ્ટક દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ તેમજ મુંડન સંસ્કાર સહિતની માંગલિક વિધિનું આયોજન કરવામાં આવતું નથી.
- હોળાષ્ટકમાં નવા ઘરનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવતું નથી.
- હોળાષ્ટકના સમયગાળામાં સોનું, ચાંદી અને નવા વાહન સહિતની કિંમતી વસ્તુઓ ખરીદવા શુભ માનવામાં આવતા નથી.
- આ ઉપરાંત આ સમયગાળામાં ક્રોધ અને વાદ – વિવાદથી બચવું જોઈએ.