ચૂંટણી પંચનો મમતા બેનર્જીને જવાબ

ચૂંટણી પંચ: બે રાજ્યોમાં એક સમાન વોટર આઈડી નંબર હોઈ શકે પણ…

બે રાજ્યોમાં એક સમાન વોટર આઈડી નંબર હોઈ શકે પણ...: ચૂંટણી પંચનો મમતા  બેનર્જીને જવાબ | Two states can have the same voter ID number but : Election  Commission's reply to Mamata

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં બે રાજ્યોમાં એક સરખા વોટર આઈડી નંબરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેની મદદથી તેમણે ચૂંટણી પંચ પર ભાજપ માટે નકલી મતદારો બનાવવાનો પણ આરોપ લગાવ્યો. હવે આ મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, એક જેવા વોટર આઈડી નંબરનો અર્થ એ નથી કે મતદાર ફર્જી છે.

Mamata Banerjee urges election commission to conduct West Bengal  By-Elections | Sangbad Pratidin

‘કેટલાક મતદારો પાસે સમાન મતદાર ફોટો ઓળખ કાર્ડ (EPIC) નંબર હોઈ શકે છે, પરંતુ તેમની વસ્તી વિષયક વિગતો, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથકની માહિતી અલગ હશે.’ એક જેવા EPIC નંબર હોવા છતાં કોઈપણ મતદાર ફક્ત તેમના સંબંધિત મતવિસ્તારમાં નિયુક્ત મતદાન મથક પર જ મતદાન કરી શકે છે, જ્યાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય. આ સિવાય તે બીજે ક્યાંય મતદાન કરી શકશે નહીં.

Duplication in EPIC Number Doesn't Mean Fake or Duplicate Voters: ECI  Clarifies

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ ડુપ્લિકેશન રાજ્યોના મતદાર યાદી ડેટાબેઝને ERONET પ્લેટફોર્મ પર ખસેડવામાં આવે તે પહેલાં અનુસરવામાં આવતી વિકેન્દ્રિત અને મેન્યુઅલ સિસ્ટમને કારણે હતું. કેટલાક રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કાર્યાલયોએ સમાન આલ્ફાન્યૂમેરિક સીરીઝનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિવિધ રાજ્યોના કેટલાક વિધાનસભા મતવિસ્તારોમાં મતદારોને ડુપ્લિકેટ EPIC નંબરો ફાળવવામાં આવ્યા હોવાની શક્યતા ઊભી થઈ હતી.

EC says duplicate voter ID numbers does not imply fake voters | India News  - The Indian Express

જોકે, ચૂંટણી પંચે હવે આવા મતદારોને યુનિક EPIC નંબર ફાળવવાનું સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. ડુપ્લિકેટ EPIC નંબરના દરેક કિસ્સામાં એક અનન્ય EPIC નંબર ફાળવીને સુધારો કરવામાં આવશે. 

Akhilesh Sharma | Akhilesh Sharma News in Hindi - NDTV.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ EPIC નંબરોમાં ડુપ્લિકેશનનો ઉલ્લેખ કરીને ભાજપ પર ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરીને આવતા વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મારી પાસે પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાંથી પુરાવા છે.’ પશ્ચિમ બંગાળના રહેવાસીઓ સાથે હરિયાણા અને ગુજરાતના લોકોના નામ એક જ EPIC નંબર હેઠળ જોવા મળી રહ્યો છે. નકલી મતદારોને ઓનલાઈન ઉમેરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *