રાજકોટમાં ચાલુ બસે માવાની મોજ

રાજકોટમાં બી.આર.ટી.એસ.નો આતંક વધતો જાય છે. અવાર-નવાર બી.આર.ટી.એસના બસ ચાલકો અકસ્માત સર્જતા હોય છે. ત્યારે રાજકોટથી બી.આર.ટી.એસ. બચ ચાલકનો માવો ઘસતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બસ ચાલકની આ હરકતથી મુસાફરોના જીવ જોખમમાં મુકતા રાજકોટવાસીઓ ડ્રાઇવર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 

રાજકોટમાં ચાલુ બસે માવાની મોજ, ડ્રાઇવર મુસાફરોના જીવ જોખમમાં મૂકી માવો ઘસતો જોવા મળ્યો 1 - image

રાજકોટ શહેરમાંથી બી.આર.ટી.એસ. બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર બસ ચાલક ચાલુ બસે માવો ઘસતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે બસ ચાલક E૨૫ નંબરની BRTS બસ ચલાવી રહ્યો છે. તે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઇ રહ્યો છે. 

આ દરમિયાન બસ ચલાવતી વખતે માવો કાઢીને ઘસતો જોવા મળે છે. તેની આ હરકત મોટો અકસ્માત સર્જી શકતી હતી. જો કે સદનસીબે કોઇ દુર્ઘટના સર્જાઇ નથી. પરંતુ ડ્રાઇવરની એક ભૂલે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બસ ચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનાનો વીડિયો જોયા બાદ રાજકોટ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવરને કડક પગલાં ભરવામાં આવ્યા છે. 

રાજકોટ કોર્પોરેશને મોરી ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના આ ડ્રાઇવરને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધો છે. આ ડ્રાઇવરે બે દિવસ અગાઉ અકસ્માત સર્જ્યો હોવાના સી.સી.ટી.વી. સામે આવ્યા છે. જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *