રોહિત શર્માને ટીમમાંથી કાઢી મૂકવો જોઈએ

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પર કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદના વિવાદાસ્પદ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે. રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા બાદ કોંગ્રેસે શમાની તે ટ્વિટ હટાવી દીધી હતી. પરંતુ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોય શમા મોહમ્મદના સપોર્ટમાં આવ્યા છે અને આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.  

Saugata Roy on Rohit Sharma

આ મામલે TMC સાંસદ સૌગત રોયે કહ્યું, ‘રોહિત શર્મા વિશે જે કહેવામાં આવ્યું તેની સાથે હું સંપૂર્ણ રીતે સંમત છું. શમા મોહમ્મદે આ એક રાજકારણી તરીકે નહીં પરંતુ એક દર્શક તરીકે કહ્યું છે. રોહિત શર્માને કેટલા દિવસ માટે છૂટ આપવામાં આવશે. તેણે બે વર્ષમાં એકવાર સદી ફટકારી છે અને તે ૨, ૫, ૧૦ અને ૨૦ રનમાં આઉટ થાય છે.’

Band kar' - Rohit Sharma loses cool at DJ in IND vs ENG 2nd ODI

સૌગત રોયે કહ્યું, “રોહિત શર્માને ન તો ટીમમાં સ્થાન મળવું જોઈએ અને ન તો તેને કેપ્ટન બનાવવો જોઈએ. કોંગ્રેસના નેતાએ જે પણ કહ્યું છે તે બિલકુલ સાચું છે. તેને પોતાના વજનની બિલકુલ પરવા નથી. આ લોકો માત્ર જાહેરાતોમાં જ મોડલ બને છે. સ્પોર્ટ્સમાં મોડલ નથી બનતા.’ 

Professor Saugata Roy Official

સૌગત રોયને પૂછવામાં આવ્યું કે, ‘તમારા મત પ્રમાણે કયો ખેલાડી સારૂ રમે છે?’ તો રોયે કહ્યું, ‘હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા નવા ખેલાડીઓ આવ્યા છે જે સારું રમી રહ્યા છે. જો આપણે ફિટનેસ પર નજર કરીએ તો જસપ્રીત બુમરાહ સારો કેપ્ટન બની શકે છે. તે અત્યારે ઈજાગ્રસ્ત છે અને રમી રહ્યો નથી. નવા છોકરાઓમાં શ્રેયસ જેવા છોકરાઓ પણ કેપ્ટન બની શકે છે, પરંતુ રોહિતને ટીમમાં સ્થાન મળવું જોઈએ નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *