UCCના કાયદા માટે નાગરિકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવશે તેવું તેમણે કહ્યું. રંજના દેસાઇએ કહ્યું અભ્યાસ જલદી પૂર્ણ કરાશે . UCCમાં મહિલાઓ અને બાળકોના અધિકારો પર ખાસ ધ્યાન રખાશે તેવું પણ તેમણે કહ્યું
ગાંધીનગરમાં UCC કમિટીએ લોન્ચ UCC પોર્ટલ લોંચ કર્યુ છે. કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ કહ્યું અભ્યાસનું કામ આજથી શરૂ થયુ છે.. તેમણે કહ્યું ગુજરાતમાં UCCની જરૂરીયાત પર ડ્રાફ્ટ બનશે..UCCના કાયદા માટે નાગરિકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવશે તેવું તેમણે કહ્યું. રંજના દેસાઇએ કહ્યું અભ્યાસ જલદી પૂર્ણ કરાશે . UCCમાં મહિલાઓ અને બાળકોના અધિકારો પર ખાસ ધ્યાન રખાશે તેવું તેમણે કહ્યું
સાથેજ કહ્યું કે દરેક સમાજમાં લગ્ન-છૂટાછેડાના નિયમો સમાન હશે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરાવવા પર ભાર મુકાશે તેવું તેમણે કહ્યું
રંજના દેસાઈ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૧ થી ૨૯ ઓક્ટોબર ૨૦૧૪ ની વચ્ચે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રહી ચૂક્યા છે. રંજના દેસાઈએ જ ૮ મે, ૨૦૧૨ ના રોજ જસ્ટિસ અલતમ કબીરની સાથે હજ સબસિડી ખતમ કરવાનો નિર્ણય આપ્યો હતો.
આ ઉપરાંત તેઓ અન્ય એક મહત્વના નિર્ણયમાં સામેલ રહ્યા છે. આ નિર્ણય ચૂંટણી સુધારા સાથે સંબંધિત છે. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ ના રોજ તેમણે ત્રણ ન્યાયાધીશોની સાથે મળીને ઈવીએમમાં none of the above (NOTA)નો નિર્ણય લીધો હતો. આ બેંચમાં તત્કાલિન ચીફ જસ્ટિસ પી સદાશિવમ અને રંજન ગોગોઈ પણ હતા. આ પછી ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપ્યો હતો.
જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. આટલું જ નહીં તેમના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાયેલી છે. તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે. ૧૯૭૦ માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરનાર રંજના દેસાઈનું પૂરું નામ રંજના પ્રકાશ દેસાઈ છે. તેઓ મહારાષ્ટ્રથી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા રંજના દેસાઈ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા.
પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના પિતા એસ.જી સામંત ક્રિમિનલ વકીલ હતા. ૩૦ ઓક્ટોબર ૧૯૪૯ ના રોજ જન્મેલા રંજના દેસાઈએ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૭૦ માં તેમનું ગ્રેજ્યુએશન (BA) પૂર્ણ કર્યું અને ત્યારબાદ ૧૯૭૩ માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી LLBનો અભ્યાસ કર્યો. આ પછી તેમણે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી તેઓને એપ્રિલ ૧૯૯૬ માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.