દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો રસાકસીભર્યો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૦ વિકેટ ગુમાવી ૨૬૪ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને જીત માટે ૨૬૫ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયાએ સતત ૧૪ મી વખત ટોસ હાર્યો છે. જો કે, રોહિતની કૅપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ અત્યારસુધીની તમામ મેચ જીતી છે. સેમિફાઇનલમાં જીત માટે ઓસ્ટ્રેલિયાએ ભારતની જ ફોર્મ્યુલા અપનાવી સ્પિનરને મેદાનમાં ઉતાર્યા છે.
આવતીકાલે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે. આ બંને મેચમાં જીતનારી ટીમ વચ્ચે ફાઇનલમાં મુકાબલો થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કર્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ પોતાની જૂની ટીમ જાળવી રાખી છે.
આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૪ વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આજની મેચમાં વિરાટ કોહલી, કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટીંગથી ભારતને ભવ્ય જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૬૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો છે. આજની મેચમાં કોહલીએ ૯૮ બોલમાં ૮૪ રન નોંધાવ્યા હતા.